મનોરંજન

સલમાનની હીરોન જૈક્લિને સ્વિમિંગ પુલમાં ઉપ્સ…આ કોની સાથે મસ્તી કરી- જુઓ તસ્વીરો

મુળ શ્રીલંકાની રહેનારી બૉલીવુડ અભિનેત્રી જૈક્લિન ફર્નાડીઝ હાલના દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ ‘ડ્રાઈવ’ની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેની સાથે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પણ જોવા મળશે. ધર્મા પ્રોડક્શનના બેનર પર બનેલી આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે, એટલે કે તે નેટફ્લિક્સ પર જોઈ શકાશે.

એવામાં આગળના શુક્રવારે ડ્રાઈવ ના લોન્ચની તારીખ પણ ઘોષિત કરવામાં આવી ચુકી છે. ફિલ્મને તરુણ મનસુખાની ડાયરેક્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

@tresemmeindia behind the camera for a change!

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

એવામાં ડ્રાઇવના લોન્ચ ડેટની સાથે સાથે ફિલ્મના કિરદારો મસ્તીના મુડમાં આવી ગયા છે. એવામાં જૈક્લિનનો એક મસ્તી ભરેલો વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જૈક્લિન સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી દેખાઈ રહી છે.

Image Source

વીડિયોને દર્શકો દ્વારા અનેક વાર જોવામાં આવી ચુક્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત પણ જૈક્લિનની સાથે સ્વિમિંગ પુલમાં કૂદકો લગાવી રહ્યા છે. તેઓની આવી મસ્તી દર્શકોને ખુબ પસંદ આવી રહી છે.

Image Source

ફિલ્મ 1 નવેમ્બરના રોજ રિલીઝ થઇ શકે તેમ છે. આ સિવાય ફિલ્મનું ગીત ‘મખના’ પણ રિલીઝ થઇ ચૂક્યું છે, ઇઝરાયલની સુંદર જગ્યાઓ પર આ ગીતનું શૂટિંગ કરવામાં આવ્યું છે. ગીતમાં જૈક્લિન અને સુશાંતની કેમેસ્ટ્રી જોવા લાયક છે. ફિલ્મમાં બોમન ઈરાની, પંકજ ત્રિપાઠી અને વિભા છિબ્બર પણ જોવા મળશે.

Image Source

આ વાઇરલ વિડીયો આ ગીત માંથી જ લેવામાં આવ્યો છે, જેમાં જૈક્લિન સુશાંત સિંહ રાજપૂત તથા અન્ય કો-સ્ટાર સાથે સ્વિમિંગ પુલમાં મસ્તી કરી રહી છે. બિકીની પહેરેલી જૈક્લિનની અદાઓ તેના ચાહકોને ખુબ પસંદ આવી રહી છે.

ફિલ્મને લઈને સુશાંત સિંહ રાજપૂતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,”જ્યારે તમે ફિલ્મ જોઈ રહ્યા હશો ત્યારે તમને ખબર પણ નહિ પડે કે આગળની ક્ષણમાં શું થવાનું છે.”

સુશાંત અને જૈક્લિન પહેલી વાર આ ફિલ્મ દ્વારા એકસાથે કામ કરતા જોવા મળશે. તેની પહેલા સુશાંત સિંહ ફિલ્મ ‘છિછોરે’માં શ્રદ્ધા કપૂરની સાથે જોવા મળ્યા હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર રહી છે.

જુઓ જૈક્લિન અને સુશાંત સિંહ રાજપૂતનો સ્વિમિંગ પુલમાં મસ્તી કરતો વિડીયો…

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.