મનોરંજન

લોકડાઉનમાં સલમાનના ફાર્મહાઉસ પર કેવી રીતે સમય વિતાવ્યો હતો જેક્લિને? પૈસા હોય તો બધું થાય જુઓ તસ્વીરો

પૈસા હોય તો ગમે તેવી છોકરીઓ પાછળ પાછળ ફરે…. જુઓ તસ્વીરોમાં કેવા જલસા થાય

દેશમાં લાગુ કરાયેલા લોકડાઉનને લીધે સામાન્ય જનતાથી લઈને દરેક દિગ્ગજ લોકો પોત પોતાના ઘરોમાં છે. એવામાં બૉલીવુડ સિતારાઓએ પણ પોત-પોતાને ક્વૉરૅન્ટિન કરેલા છે.

એવામાં શ્રીલંકન બ્યુટી એટલે કે અભિનેત્રી જેક્લિન ફર્નાડીઝ લોકડાઉનમાં પોતાનો ખુબ જ ખાસ અને શાનદાર સમય વિતાવી રહી છે.

Image Source

જ્યારથી દેશમાં લોકડાઉન જાહેરરે થયું છે ત્યારથી જેક્લિન પોતાના ખાસ મિત્ર અને અભિનેતા સલમાન ખાનના પનવેલ સ્થિત ફાર્મ હાઉસ પર છે.

સલમાન ખાન અને જેક્લિન ઘર-પરિવારથી દૂર ફાર્મ હાઉસ પર સમય વિતાવી રહ્યા છે, આ સિવાય સલમાન ખાનની હાલની પ્રેમિકા યુલિયા વંતૂર પણ તેઓની સાથે ફાર્મ હાઉસ પર જ છે.

Image Source

જોકે ફાર્મ હાઉસ પર રહીને પણ જેક્લિન સોશિયલ મીડિયા પર સક્રિય છે અને જેક્લિને એક વિડીયો શેર કરીને જણાવ્યું છે કે સલમાન ખાનના ફાર્મ હાઉસ પર કેવી રીતે તે પોતાનો સમય વ્યતીત કરી રહી છે.

Image Source

જેક્લિને ફાર્મ હાઉસ પરની પોતાની ઘણી તસવીરો અને વિડીયો શેર કર્યા છે. જેક્લિને એક શોર્ટ ફિલ્મ પણ બનાવી છે જેની એક વિડીયો ક્લિપ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેક્લિનની આ વિડીયો ક્લિપ સલમાન ખાને પણ પોતાના એકાઉન્ટ પર શેર કરી છે અને તેની પ્રશંસા પણ કરી છે.

Image Source

વીડિયોના કૈપશનમા જેક્લિને લખ્યું કે,’મારી નાની એવી ફિલ્મ, એન્જોય કરો’. 3.48 મિનિટના આ વીડિયોમાં જેક્લિને દિવસ દરમિયાન શું-શું કરી રહી છે તે જણાવી રહી છે. સલમાને પણ વિડીયો શેર કરીને કૈપશનમા લખ્યું કે,’જેક્લિને દ્વારા બનાવવામાં આવેલી એક ફિલ્મ’.

Image Source

વીડિયોમા જેક્લિનની શરૂઆત સુંદર સવારની સાથે થાય છે. જેના પછી તે ત્યાં રહેલા કુતરાઓ, બળદ, મુર્ગા, ઘોડા, બકરીના બચ્ચાંઓ વગેરે જેવા પ્રાણીઓ સાથે સમય વિતાવે છે.આ સિવાય જેક્લિન ઝાડ પર ચઢવાનું પણ શીખી રહી છે. અ સિવાય ઘોડાઓને નવડાવતી અને તેને ચારો ખવડાવતી પણ દેખાઈ રહી છે. વીડિયોમાં જેક્લિને ઘોડેસવારી, અને કુકીંગ પણ કર્યું છે.

Image Source

વીડિયોમાં પક્ષીઓનો મધુર કલરવ પણ સંભળાઈ રહ્યો છે, અને ફાર્મહાઉસ પરના અન્ય લોકો નમાંજ પેઢી રહેલા પણ દેખાઈ રહ્યા છે. જેક્લિન પોતાના કપડા ધોવા, ઘાસ પર સૂવું, પુસ્તકો વાંચવા, પોતાના સ્ટાફમા કામ કરનારા લોકોને મીત્રો બનાવવા વગેરે જેવી પ્રવુતિ પણ કરી રહી છે.

જેક્લિન આ વીડિયોમાં પ્રસિદ્ધ લેખિકા અમૃતા પ્રીતમ ની ‘કોરા કાગજ’ વાંચતી પણ નજરે પડે છે. આ સિવાય તે ક્વોરેન્ટાઇન પત્ર પણ લખી રહી છે.

Image Source

સોશિયલ મીડિયા પર જેક્લિનનો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. અને દર્શકો દ્વારા ખુબ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે. દર્શકો જેક્લિનના આ વિડિઓ પર ખુબ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયોને અત્યાર સુધીમાં 21 લાખથી પણ વધારે વાર જોવામાં આવી ચુક્યો છે.

Image Source

જણાવી દઈએ કે પનવેલ સ્થિત સલમાનના આ ફાર્મ હાઉસમાં જેક્લિન, યુલિયા, સલમાનની બંને બહેનો અલવીરા અને અર્પિતા ખાન પોતાના પતિ અને બાળકો સાથે અહીં ઘણા સમયથી ફસાયેલા છે. અમુક દિવસો પહેલા જ સલમાન ખાને એક વિડીયો પોસ્ટ કર્યો હતો

જેમાં સલમાન તથા અન્ય કર્મચારીઓ ટ્રેકટરોમાં જરૂરી સામાન અને ખાણી-પીણીની વસ્તુ મૂકી રહ્યા છે જેથી જરૂરિયાતમંદ લોકો સુધી તેને પહોંચાડી શકાય.