મનોરંજન

તો ક્યાં કારણે જૈકલીનને છોડી દીધું સલમાનનું ફાર્મહાઉસ, સામે આવ્યું ચોંકાવનારૂ કારણ

કોરોના વાયરસને કારણે લોકડાઉનને કારણે સલમાન ખાન છેલ્લા ઘણા મહિનાઓથી પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં છે. આ દરમિયાન તેની સાથે જૈકલીન ફર્નાન્ડિઝ પણ રોકી હતી. બંનેએ અહીં ‘તેરે બીના’ ગીત પણ શૂટ કર્યું હતું. જોકે હવે જૈકલીન સલમાનનું ફાર્મહાઉસ છોડી ગઈ છે અને તે મુંબઈ પરત ફરી છે. અહેવાલો અનુસાર, જેકલીનને એક મિત્રની મદદ માટે સલમાન ખાનનો ફાર્મહાઉસ છોડવું પડ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

એક મીડિયા રિપોર્ટ અનુસાર,જૈકલીન મુંબઈમાં એકલી રહેતી તેની મિત્ર સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન એક્ટ્રેસને લાગ્યું કે,તેની મિત્ર તણાવમાંથી પસાર થઈ રહી છે. આવી સ્થિતિમાં જેક્લીને નક્કી કર્યું કે તે સલમાનનું ફાર્મહાઉસ છોડી છોડી તેના મિત્ર પાસે પરત ફરશે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

અહેવાલ એવા પણ મળી રહ્યા છે કે,જૈકલીન હવે તેના મિત્ર સાથે રહેશે જ્યાં સુધી તે સંપૂર્ણ સ્વસ્થ નહીં થાય. જણાવી દઈએ કે,મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન 31 જુલાઇ સુધી વધાર્યું છે. આ સ્થિતિમાં જૈકલીને તેની મિત્રને તણાવથી બચાવવા તેની સાથે રહેવાનું નક્કી કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

લોકડાઉન વચ્ચે તણાવમાં રહેલી તેના મિત્રપાસે જેક્લીનના જવાથી સાબિતથાય છે કે , એક્ટ્રેસ તેની સાચી મિત્ર હોવાની ફરજ નિભાવી રહી છે.

જણાવી દઈએ કે મિસ યુનિવર્સ શ્રીલંકા રહી ચુકેલી જૈકલીન તે ફિલ્મોમાં દેખાતા પહેલા ટીવી રિપોર્ટર તરીકે કામ કરતી હતી. તેણે સિડની યુનિવર્સિટીમાંથી માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો હતો.

 

View this post on Instagram

 

The time is now 💜

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

જૈકલીનના પિતા શ્રીલંકામાં સંગીતકાર અને તેની માતા એર હોસ્ટેસ હતા. જેક્લીને 14 વર્ષની ઉંમરથી જ ટીવી શોનું હોસ્ટિંગ શરૂ કર્યું હતું. ટીવી રિપોર્ટર તરીકેની તેમની નોકરી દરમિયાન જ તેને મોડેલિંગની ઓફર મળવાનું શરૂ થયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, જૈકલીન ફર્નાન્ડિઝ છેલ્લે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘મિસિસ સીરીયલ કિલર’ માં જોવા મળી હતી. જેક્લીન ટૂંક સમયમાં ફિલ્મ ‘એટેક’ માં જોવા મળશે. જેમાં જ્હોન અબ્રાહમ અને રકુલપ્રીત પણ સાથે હશે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.