મનોરંજન

દશેરાના દિવસે બોલીવુડની આ અભિનેત્રીએ પોતાના સ્ટાફ મેમ્બરને ભેટમાં આપી કાર, વિડીયો થયો વાયરલ

ફિલ્મી સિતારાઓ કોઈને કોઈ વાતે ચર્ચામાં રહેતા હોય છે. સાથે જ તે સોશિયલ મીડિયામાં પણ છવાયેલા રહેતા હોય છે. બોલીવુડની એવી જ એક નામચીન અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ પણ તેના કામ અને તેની અદાઓના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે જેકલીને જે કામ કર્યું છે તેને લઈને ચારેય તરફ તેની પ્રસંશા થઇ રહી છે. આપણે જોયું છે કે બોલીવુડના સેલેબ્સ પોતાના સ્ટાફનું ખાસ ધ્યાન રાખતા હોય છે. તેનું તાજું જ ઉદાહરણ જેકલીને આપ્યું છે. દશેરાના ખાસ તહેવાર ઉપર તેને પોતાના એક સ્ટાફ મેમ્બરને એક કાર ગિફ્ટ કરી છે.

Image Source

મીડિયા રિપોર્ટ પ્રમાણે જેકલીને કારને સરપ્રાઈઝ તરીકે શુટીંગ સેટ ઉપર ડીલેવર કરી હતી. જોકે એવું પણ જાણવા મળી રહ્યું છે કે જેકલીનને પોતાને પણ ખબર નહોતી કે કારની ડીલેવરી ક્યાં અને ક્યારે મળવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

સોશિયલ મીડિયામાં જેક્લીનનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે કારની ચાવી લેતી નજરે આવી રહી છે. પરંતુ ચાવી લેતી વખતે તે ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટરના યુનિફોર્મમાં જોવા મળી રહી છે. તે એ સમયે શૂટિંગ કરી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Fifafooz (@fifafoozofficial) on

રિપોર્ટ પ્રમાણે જેકલીને આ કાર તેના એક સ્ટાફ મેમ્બરને દશેરાના દિવસે જ ભેટમાં આપી છે. આ સ્ટાફ મેમ્બર તેની સાથે ત્યારથી છે જ્યારેથી જેકલીને બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ વીડિયોની અંદર સ્ટાફ મેમ્બર નારિયેળ પણ ફોડતો જોવા મળી રહ્યો છે. તો જેકલીન હાથમાં મીઠાઈ, પૂજાની થાળી અને અગરબત્તી સાથે જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

જેકલીને હમણાં જ ઇન્સ્ટાગ્રામ ઉપર 46 મિલિયન ફોલોઅર્સ પુરા કર્યા હતા. તેની ખુશીમાં જેકલીને તસ્વીર પણ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી.