અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ મુંબઈ એરપોર્ટથી જઈ રહી હતી વિદેશ, EDના અધિકારીઓએ કરી અટકાયત અને જાહેર કરી લુકઆઉટ નોટિસ

બોલિવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝથી જોડાયેલ એક મોટી ખબર સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર જેક્લીન ફર્નાન્ડિઝ શો માટે વિદેશ જઈ રહી હતી. પ્રવર્તન નિર્દેશાલય એટલે કે EDએ 200 કરોડ રૂપિયાના કથિત ઠગ સુકેશથી જોડાયેલ મની લોન્ડ્રિંગ કેસ અને જબરદસ્તી વસૂલી મામલે જેક્લીન ફર્નાન્ડિઝ વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરી હતી. રિપોર્ટના પ્રમાણે થોડા સમય પછી જેક્લીન ફર્નાન્ડિઝને પાછી ઘરે મોકલી દેવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝને વિદેશ જવા માટે ઉડાન ભરવાની હતી. અભિનેત્રી ઉડાન ભરે તેની પહેલા ED અધિકારીઓને તેના ઈરાદાની ભનક લાગી ગઈ હતી જેના પછી મુંબઈ એરપોર્ટ પર જ જેક્લીન ફર્નાન્ડિઝને રોકી લેવામાં આવી હતી.

જણાવી દઈએ કે થોડા સમય પહેલા આ મામલે દિલ્હીમાં ED અધિકારીઓએ જેક્લીન ફર્નાન્ડિઝ સાથે પૂછ પરછ કરી હતી. કેન્દ્રીય એજન્સીને કથિત રીતે સુકેશ અને અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ વચ્ચે વિત્તીય લેણ-દેણની જાણકારી મળી હતી. થોડા દિવસ પહેલા 200 કરોડની ઠગી મામલેમાં EDએ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે અન્ય સાત લોકો વિરુદ્ધ અતિરિક્ત સત્ર ન્યાયાધીશ પ્રવીણ સિંહની કોર્ટમાં ચાર્જશીટ મુકવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર આ મામલે જેક્લીન ફર્નાન્ડિઝ અને નોરા ફતેહી સાક્ષી રીતે જોડાયેલી છે. ચાર્જશીટમાં આરોપ છે કે સુકેશે આ બંને અભિનેત્રીઓને મોંઘી ગિફ્ટ આપવા અને ફરવા માટે ઘણી બધી ઠગાઈ કરી હતી. નજર કરવા જેવી વાત એ છે કે EDએ ચાર્જશીટ આપતા પહેલા વરિષ્ઠોની રાય લીધી હતી.

7000 પાનાની ચાર્જશીટમાં જેક્લીન ફર્નાન્ડિઝ અને નોરા ફતેહીનું આખું નિવેદન નોંધવામાં આવ્યું હતું. કોર્ટ ED તરફથી દાખલ કરેલ આરોપ પત્રનું સંજ્ઞાન પણ લઇ ચુકી છે. કોર્ટે સુનાવણી માટે આગળની તારીખ 13 ડિસેમ્બર આપી છે. કોર્ટે ED જોડેથી પણ આરોપિતોની ચાર્જશીટની નકલ ઉપલબ્ધ કરવાનો આદેશ આપ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ચાર્જશીટમાં સુકેશ ચંદ્રશેખરે જેક્લીન ફર્નાન્ડિઝને લગભગ 10 કરોડ રૂપિયાના ગિફ્ટ આપી હતી. આ ગિફ્ટમાં 52 લાખ રૂપિયાનો એક ઘોડો અને 9 લાખ રૂપિયાની એક ફારસી બિલાડી પણ શામેલ છે.

મની લોન્ડ્રિંગનો આ કેસ દિલ્હી પોલીસના  મામલા પર આધારિત છે જેમાં સુકેશ પર એક ઉદ્યોગપતિની પત્ની જોડેથી કથિત રીતે 200 કરોડ રૂપિયાની વસૂલીનો આરોપ લગાવવામાં આવ્યો છે. સૂત્રોની માનીએ તો વસૂલીની આ રકમને હવાલા રીતે ‘વ્હાઇટ મની’માં બદલીને ‘ક્રિપ્ટો કરન્સી’ ખરીદવામાં ઉપયોગ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર ચાર્જશીટના હવાલેથી સુકેશે જેક્લીન ફર્નાન્ડિઝને બીજી ત્રણ બિલાડી, ક્રોકરી અને કેટલીક જવેલરી પણ ગિફ્ટ સ્વરૂપે આપી હતી.

સુકેશે નોરા ફતેહીને ગિફ્ટમાં એક મોંઘો ‘આઈફોન’ અને ‘BMW’ કર આપી હતી. આ બંનેની કિંમત લગભગ 1 કરોડ રૂપિયાની હોય તેવું અનુમાન છે. ચાર્જશીટના પ્રમાણે સુકેશ અને જેક્લીન ફર્નાન્ડિઝની વચ્ચે જાન્યુઆરીની આજુબાજુ વાતચીત શરુ થઇ હતી. રિપોર્ટ અનુસાર સુકેશને જેલમાં હતો ત્યારે પણ જેક્લીન સાથે ફોન પર વાત કરતો હતો. રિપોર્ટ અનુસાર એવો આરોપ છે કે બંને ચેન્નઈના એક હોટેલમાં રોકાયેલા હતા. સુકેશે જેક્લીનના સબંધીઓને પણ મોટી રકમ આપી હતી. બીજી બાજુ નોરાનું કહેવું છે કે તેને સુકેશ સાથે કોઈ સંબંધ નથી.

Patel Meet