જેકલીન ફર્નાન્ડીઝે ખુબ જ ગરમીમાં પહેર્યા આટલા બધા કપડાં, પરંતુ નીચે પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ? જુઓ

સલમાનની રૂપાળી અભિનેત્રી પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ? 7 PHOTOS જોઈને ફેન્સના મનમાં ફૂટ્યા લડ્ડુ

શ્રીલંકાની સુંદરી જેકલીન ફર્નાન્ડીઝ મોટાભાગના પ્રસંગો પર બોલ્ડ અને હોટ લુકમાં જોવા મળતી હોય છે. રીલ લાઈફથી લઈને રિયલ લાઈફ સુધી જેકલીનનો લૂક ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. જેક્લીન તેના સ્ટાઇલિશ અંદાજ અને સુંદર સ્માઈલથી ચાહકો વચ્ચે છવાયેલી રહે છે.

એટલું જ નહીં જેક્લીન તેના ગ્લેમરસ લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે જ્યાં તેનો સિઝલિંગ લુક દરેકને દીવાના બનાવી દેતો હોય છે. જોકે જેક્લીન ભારતીય કપડાંમાં પણ ખુબ જ સુંદર લગતી હોય છે. સાડી હોય કે લેહેંગા, જેકલીનનો લુક દરેક પ્રસંગે લાઈમલાઈટ લૂંટવામાં સફળ રહેતો હોય છે.

જેકલીને ફરી એકવાર પોતાના લુકથી લોકોના દિલ જીતી લીધા છે. જેકલીને તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેણે જે આઉટફિટ પહેર્યો છે તે એકદમ વિચિત્ર છે. જેકલીને સૌથી પહેલા એક જાળી વાળું ટોપ પહેર્યું છે તેની ઉપર જેકલીને શર્ટ પહેર્યો છે, પછી અભિનેત્રીએ ફાટેલું સ્વેટર પહેરેલું છે અને તેની ઉપર બ્લેઝર પહેર્યું છે. પરંતુ નીચે લાગે છે કે તે પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે.

તેની આ અલગ રીતની સ્ટાઇલ ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જેકલીને આ તસવીરોમાં હોટ દેખાવા માટે ગજબનો મેકઅપ કર્યો છે અને અભિનેત્રીની હિલ્સ તો  ગજબ છે.

તસવીરમાં જેકલીનનો એટિટ્યૂડ જોવા લાયક છે. જેકલીનના આ ફોટોશૂટે તો  ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. આ સિવાય જેકલીન થોડા દિવસો પહેલા જ ટ્રેડિશનલ અવતારમાં પણ જોવા મળી હતી. એક ટીવી શો દરમ્યાન જેકલીન લહેંગો પહેરીને આવી હતી.

તેના આ ટ્રેડિશનલ દેખાવને જોઈને દરેક તેના વખાણ કરી રહ્યા હતા. જેકલીન બ્લેક ફ્લોરલ પ્રિન્ટ બ્લેક લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જેકલીને લેહંગા સાથે મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ અને દુપટ્ટો પહેર્યો હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો જેકલીન પાસે અત્યારે ઘણી ફિલ્મો છે.

તાજેતરમાં તેની ફિલ્મ ‘ભૂત પોલીસ’ રિલીઝ થઈ છે. અક્ષય કુમાર સાથે તેની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ ઉપરાંત જેક્લીન સલમાન ખાનની ‘કિક 2’ને લઈને પણ ચર્ચામાં છે. આ સિવાય તે ટૂંક સમયમાં ‘સર્કસ’માં પણ જોવા મળશે.

Patel Meet