રસ્તા પર બાળકોએ કરી જેકલીનની પ્રશંસા, અભિનેત્રીએ ગાડી રોકી કર્યુ આવું…જુઓ વીડિયો

ગરીબ બાળકો કરી રહ્યા હતા સલમાન ખાનની હિરોઈને કર્યું આ મોટું કામ- જુઓ

શ્રીલંકન બ્યુટી જેલકીન ફર્નાંડિસ આ દિવસોમાં તેની ફિલ્મ “ભૂત પોલિસ”ની સફળતાને લઇને ઘણી એક્સાઇટેડ છે. ફિલ્મના સિક્વલની ઘોષણા પણ થઇ ચૂકી છે. એવામાં જો કોઇ અભિનેત્રી સામે તેની ફિલ્મની પ્રશંસા કરી તો તેને ઇનામ આપવુ તો બને જ છે. જેકલીનનો એક આવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

જેકલીન ફર્નાંડિસ ખૂબ જ હસીન અને ખુશદિલ અભિનેત્રી છે. તેની એક મુસ્કાન જ લોકોના દિલ પીગળાવવા માટે ઘણી છે. પરંતુ અભિનેત્રીનું દિલ કેટલાક બાળકોએ પીગળાવી દીધુ અને તે પોતાને રોકી ન શકી. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે કેટલાક ગરીબ લોકો સાથે ગુફતગુ કરતી જોવા મળી રહી છે.

જેકલીન ફર્નાંડિસ સૌથી વ્યસ્ત અભિનેત્રીઓમાંની એક છે. ફિલ્મો સાથે સાથે તે મ્યુઝિક વીડિયોમાં પણ સક્રિય છે. તેના બધા ગીતો પર કરોડોમાં વ્યુઝ આવે છે. જેકલીન આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ ચાહકોનું મનોરંજન કરવાથી પાછળ નથી હટતી. અભિનેત્રી સતત તેની સ્ટાઇલિશ તસવીરો સાથે સાથે વીડિયો પણ શેર કરતી રહે છે.

જેકલીનની હાલના વીડિયોની વાત કરીએ તો, અભિનેત્રી જેવી જ રસ્તા પરથી નીકળે છે કે તેની કાર પાસે કેટલાક બાળકો આવી જાય છે. તે તેની ફિલ્મની ઘણી પ્રશંસા કરે છે અને સાથે તેના નામને પણ ઘણુ સુંદર જણાવે છે. જેકલીન આ વાત સાંભળી ઘણી ખુશ થઇ જાય છે અને બાળકોને ચોકલેટ આપે છે.  તેનો આ અંદાજ ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

જેકલીનના વર્કફ્રંટની વાત કરીએ તો, તેની હાલમાં જ કોમેડી હોરર ફિલ્મ “ભૂત પોલિસ” રીલિઝ થઇ છે. આ ફિલ્મમાં તેના સિવાય યામી ગૌતમ, સૈફ અલી ખાન અને અર્જુન કપૂર પણ છે. જેકલીન જલ્દી જ સલમાન સાથે “કિક 2″માં જોવા મળશે. તે રોહિત શેટ્ટીની સર્કસ અને બચ્ચન પાંડેમાં જોવા મળશે. જેકલીનને હાઉસફુલ 3, રેસ 3, ડ્રાઇવ, રોય અને બ્રધર્સ જેવી ફિલ્મોમાં અભિનય માટે જાણવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Shah Jina