બૉલીવુડની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ માટે વર્ષ 2021 ખુબ જ ખરાબ રહ્યું, આ વર્ષ તેના માટે કોઈ ખરાબ સપનાથી પણ કમ નહોતું. કારણ કે વર્ષ 2021માં જ તે સુકેશ ચંદ્રશેખર દ્વારા ઠગીના મામલાના કારણે કાનૂની લફડામાં ફસાઈ રહી છે. એટલું જ નહીં તે આ કારણે ક્રિસમસ ઉપર વિદેશમાં રહેતા તેના પરિવારને મળવા પણ નહોતી જઈ શકી.
તો જેકલીન માટે વર્ષ 2022ની શરૂઆત પણ સારી નથી રહી. નવા વર્ષના થોડા દિવસ બાદ જ જેકલીન ઉપર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. એક અંગ્રેજી વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે જેકલીનની માતા કિમ ફર્નાન્ડિઝને હાર્ટ એટેક આવ્યો છે. કિમને સ્ટ્રોક આવ્યા બાદ તરત જ હોસ્પિટલમાં લઇ જવામાં આવી.
હાલમાં તે ડોક્ટરની દેખરેખ હેઠળ છે. પરિવારજનો પણ તેમની હેલ્થ અપડેટની રાહ જોઈ રહ્યા છે. આ ખબર સાંભળીને જેકલીન પણ ખુબ જ દુઃખી થઇ ગઈ હશે. જેકલીન માટે આ ખુબ જ મુશ્કેલી ભર્યો સમય છે, ત્યારે હવે જોવાની એ રહ્યું કે શું ઇડી દ્વારા જેકલીનને ઘરે જવા દેવામાં આવશે કે નહિ ?
જેકલીનની માતા કિમને બહેરીનની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જેકલીનના પરિવારજનો બહેરીનમાં રહે છે. જયારે અભિનેત્રી મુંબઈમાં રહે છે. જેકલીન તેની માતાની સૌથી નજિક છે. તે મોટાભાગે તેની માતા સાથેની તસવીરો પણ શેર કરતી રહે છે. ગયા વર્ષે તે ક્રિસમસની ઉજવણી કરવા માટે તેના પરિવાર પાસે જવાની હતી, પરંતુ મની લોન્ડ્રીંગના મામલાના કારણે તેને એરપોર્ટ ઉપર જ હિરાસતમાં લેવામાં આવી હતી.
જેકલીન ઠગ સુકેશ દ્વારા 200 કરોડની વસૂલીના મામલામાં મુશ્કેલીમાં ફસાઈ છે. જેમ જેમ મની લોન્ડ્રીંગના મામલામાં ઇડી તપાસ આગળ વધારી રહ્યું છે તેમ તેમ નવા રહસ્યો પણ ખુલી રહ્યા છે. ગત દિવસોમાં જેકલીન કામ માટે વિદેશ જઈ રહી હતી, ત્યારે ઇડીએ તેને એરપોર્ટ ઉપર રોકી લીધી હતી અને હવે આ મામલાના કારણે જ તે ક્રિસમસ મનાવવા તેના ઘરે પણ નહોતી જઈ શકી.