ખરાબ રીતે ફસાઇ જેકલીન ફર્નાંડિસ ! જે મહાઠગને ઓળખવાની ના કહી રહી હતી તેને જ કિસ કરતી જોવા મળી જેકલીન, તસવીર થઇ વાયરલ

જેકલીન ફર્નાંડિસ અને ઠગ સુકેશ ચંદ્રશેખરની ડેટિંગની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. હાલમાં થોડા સમય પહેલા જ બંનેની એક રોમેન્ટિક તસવીર વાયરલ થઇ હતી, જેમાં સુકેશ જેકલીનને કિસ કરતો જોવા મળી રહ્યો હતો અને ત્યારે હવે બંનેની વધુ એક સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં જેકલીન સુકેશને કિસ કરતી જોવા મળે છે. આ રોમેન્ટિક તસવીરો જોઈને બંને વચ્ચે ડેટિંગના સમાચાર લગભગ કન્ફર્મ થઈ રહ્યા છે, જ્યારે જેક્લિને ઈડી અધિકારીઓને કહ્યું કે બંને વચ્ચે આવું કંઈ નથી.

સુકેશ 200 કરોડની ખંડણીના કેસમાં આરોપી છે. EDએ આ કેસમાં બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીની પણ પૂછપરછ કરી છે. જેકલીનની નવી તસવીર પર લોકોએ અનેક સવાલો ઉઠાવ્યા છે. લોકો કહે છે કે જેકલીનને સુકેશની આખી ઘટનાની જાણકારી હતી. જેક્લિને EDની પૂછપરછમાં સુકેશ સાથેના સંબંધનો ઇનકાર કર્યો છે. જેકલીનના વકીલે પણ કહ્યું કે બંને વચ્ચે કોઈ સંબંધ નથી. જો કે, છેલ્લા અઠવાડિયે વાઈરલ થયેલી એક તસવીર અને આ બીજી તસવીર કે જે હાલમાં વાયરલ થઇ રહી છે તેણે એક અલગ ટ્વિસ્ટ લાવી દીધો છે. અગાઉ વાયરલ થયેલી તસવીરમાં સુકેશ જેકલીનની પાછળ ઉભો છે અને મિરર સેલ્ફી લેતો જોવા મળે છે. સાથે જ તે જેકલીનને કિસ પણ કરી રહ્યો છે.

EDએ સુકેશ ચંદ્રશેખર સાથે છેતરપિંડી કરવાના કેસમાં જેકલીન ફર્નાન્ડિસનું નિવેદન લીધું છે. અધિકારીઓની તપાસ દરમિયાન કેટલાક એવા પુરાવા મળ્યા છે જે જેકલીન અને સુકેશ વચ્ચેના અફેરના સંકેત આપે છે. ED અધિકારીઓને શંકા હતી કે જેકલીન છેલ્લા કેટલાક સમયથી સુકેશને ડેટ કરી રહી હતી. બંને વચ્ચે ઘણા કોલ રેકોર્ડ મળી આવ્યા છે. હવે જેકલીન અને સુકેશની રોમેન્ટિક તસવીરો પણ સામે આવી છે. અહેવાલો છે કે આ ફોટા આ વર્ષના એપ્રિલથી જૂન મહિનાના છે.

સુકેશ તિહાર જેલમાંથી વચગાળાના જામીન પર બહાર આવ્યો હતો. આ દરમિયાન સુકેશ અને જેકલીન ચેન્નાઈમાં 4 વખત મળ્યા હતા. સુકેશે જેકલીન માટે પ્રાઈવેટ જેટ મોકલ્યું હતું અને તેને 5 સ્ટાર હોટલમાં રહેવાની વ્યવસ્થા પણ કરી હતી. પ્રથમ તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે સુકેશ જેકલીનને મોંઘી ગીફ્ટ અને ચોકલેટ મોકલતો હતો. સુકેશ 200 કરોડથી વધુની છેતરપિંડી અને ખંડણીના કેસમાં આરોપી છે.

EDએ થોડા સમય પહેલા સુકેશના પરિસરમાં દરોડા પાડ્યા હતા. જેમાં દરિયાકિનારે એક વૈભવી બંગલો, 82.5 લાખ રૂપિયા રોકડા, બે કિલો સોનું, 16 લક્ઝુરિયસ કાર અને ઘણી મોંઘી વસ્તુઓ મળી આવી હતી. એવા અહેવાલો હતા કે સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝ સાથે છેતરપિંડી કરીને પૈસા કમાયા હતા. તે પોતાની ઓળખ બદલીને તેને મોંઘીદાટ ભેટ મોકલતો હતો.

Shah Jina