જેકલીન ફર્નાંડિસ થઇ ખૂબ જ સ્ટાઇલિશ અને ગોર્જિયસ અવતારમાં સ્પોટ, ડ્રેસની કિંમત જાણી હેરાન રહી જશો

સલમાનની હિરોઈનનો પિંકી પિંકી બ્યુટીફૂલ ડ્રેસ જોતા જ ફેન્સ થયા ઘાયલ, જુઓ

બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાંડિસ એ હસીનાઓમાંની એક છે, જે ખૂબસુરત દેખાવા માટે ડાઇટ અને ટ્રેનિંગ બંને પર ફોક્સ કરે છે. અને એક કારણ એ પણ છે કે, ટોલ-સ્લિમ અને ફિટ બોડી વાળી આ હસીના સારી રીતે જાણે છે કે તેના ઉપર કેવા આઉટફિટ સારા લાગે છે. શનિવારે પણ આવું જ કંઇક જોવા મળ્યુ. જયારે અભિનેત્રીને તેના નવા પ્રોજેક્ટ માટે મુંબઇના અંધેરી વેસ્ટ વિસ્તારમાં આયોજિત એક ઇવેન્ટમાં ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં સ્પોટ કરવામાં આવી.

આ દરમિયાન જેકલીનના ડ્રેસની ઘણી ચર્ચાઓ થઇ. જેકલીને આ વર્ક રિલેટેડ વિઝિટ માટે ખૂબ જ સ્ટાઇલિશ અને બોલ્ડ આઉટફિટ પસંદ કર્યો હતો. કર્વી બોડી વાળી આ અદાકારાએ પેસ્ટલ શેડની ફ્લોરેલ સોલિડ મિડલેંથ ડ્રેસ પહેરી હતી. જેની ફિટિંગ અભિનેત્રીના કર્વ્સને ઘણી સારી રીતે હાઇલાઇટ કરી રહી હતી. આઉટફિટમાં સ્કવેર શેપમાં ડીપ નેકલાઇન બનેલી હતી, જે પૂરા લુકમાં બોલ્ડનેસનો તડકો લગાવી રહી હતી.

શાનદાર ફિટિંગવાળા આ ડ્રેસમાં સ્ટ્રેપ સ્લીવ્સ બનેલી હતી. જેની ફ્રંટમાં બોલ્ડનેસ એડ કરવા માટે કોર્સેટ લુક આપ્યો હતો. આઉટફિટમાં વેસ્ટ એરિયા પર હોરિઝોન્ટલ સ્ટ્રીચિંગ કરી હતી, જેને કારણે હેમલાઇનમાં માઇક્રો પ્લીટ્સ હાઇલાઇટ થઇ રહી હતી. જેકલીને આઉટફિટ જ નહિ પરંતુ મેકઅપ પણ કમાલનો કર્યો હતો. તેની ખૂબસુરત સ્માઇલ આ અટાયરમાં સ્વીટનેસ એડ કરતી જોવા મળી.

જેકલીને પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ આઉટફિટની કેટલીક તસવીરો શેર કરી છે, જે તેણે ફિલ્મ “વિક્રાંત રોના”ના પોસ્ટર સામે લીધી છે. આ ફિલ્મમાં તે કિચ્ચા સુદીપ સાથે કામ કરી રહી છે. જેકલીને જે આઉટફિટ કેરી કર્યો છે, તેની કિંમત જાણી તમારા હોંશ ઉડી જશે. જેકલીનના આ ડ્રેસની કિંમત એક પોર્ટલ પર 3 લાખ 47 હજાર 276 રૂપિયા છે. જેકલીને આ ડ્રેસ ફિલ્મ “વિક્રાંત રોના”ના પોસ્ટર લોન્ચ દરમિયાન પહેર્યો હતો.

ફિલ્મમાં તે ગદાંગ રક્કમ્માની ભૂમિકામાં જોવા મળશે, જે ફિલ્મમાં એક ઠેકો ચલાવે છે. આ ફિલ્મને અનુપ ભંડારી ડાયરેક્ટ કરી રહ્યા છે. જેકલીન મુંબઇમાં એક ઇવેન્ટ દરમિયાન આ ખૂબસુરત ફ્લોરેલ ડ્રેસમાં સ્પોટ થઇ હતી. જેકલીનનો આ ડ્રેસ ભલે જ ખૂબસુરત હોવાની સાથે સાથે સિંપલ હોય પરંતુ તેની કિંમત ખૂબ જ છે.

જેકલીનનો આ ડ્રેસ Dolce & Gabbana લેબલનો છે. જેકલીન આ આઉટફિટમાં ઘણુ કંફર્ટેબલ મહેસૂસ કરી રહી હતી. જેકલીને આ લુકને લાઇટ બનાવવા માટે કોઇ પણ જ્વેલરી કેરી કરી ન હતી. તેણે આ લુકને કમ્પલિટ કરવા માટે હાઇ હિલ્સ પહેર્યા હતા અને વાળને સાઇડ પાર્ટિશનમાં ખુલ્લા રાખ્યા હતા.

Shah Jina