જેકલીન ફર્નાંડિસે ફુગ્ગા વેચવાવાળી દીકરી માટે આ શું કર્યું જુઓ

છેલ્લા ઘણા દિવસોથી ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝનું નામ ખૂબ જ ઉછળ્યું છે. અભિનેત્રીએ પણ સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન જારી કર્યું હતું. મની લોન્ડરિંગ કેસમાં નામ આવ્યા બાદ જેકલીનનો વધુ એક વીડિયો ચર્ચામાં છે. આ વીડિયો રેસ્ટોરન્ટની બહારનો છે. વીડિયોમાં કોઈ ગરીબ બાળકને જોઈને એક્ટ્રેસે એવું કામ કર્યું, જેના પછી આ વીડિયો સોશિયલ મીડિયા પર સતત બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. જેકલીનનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ શેર કર્યો છે.

આ વીડિયોમાં તે મુંબઇની એક રેસ્ટોરન્ટ બહાર જોવા મળી રહી છે. તેણે બ્રાલેટ સાથે ઓવરકોટ કેરી કર્યો છે અને વાળને ખુલ્લા રાખ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જેક્લીન ફર્નાન્ડીઝ રેસ્ટોરન્ટમાંથી બહાર આવી કે તરત જ તે ગરીબ બાળકોથી ઘેરાઈ ગઈ. આ બાળકોએ એક્ટ્રેસ પાસે ખાવાની માંગ કરી.સોમવારે રાત્રે જેકલીન ફર્નાન્ડિઝ ડિનર પરથી પરત ફરી રહી હતી, ત્યારે પેપરાજી તેની તસવીરો ક્લિક કરવા માટે ઉમટી પડ્યા હતા.

પરંતુ રેસ્ટોરન્ટની બહાર ફુગ્ગા વેચતી મહિલાને ભીડને કારણે નુકસાન થયું હતું અને અભિનેત્રીને આ નુકસાન ચૂકવવું પડ્યું હતું. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિએ કહ્યું કે, જેકલીનને કારણે તેના ફુગ્ગા ફૂટ્યા, તેથી અભિનેત્રીએ તેના પૈસા ચૂકવવા પડશે. ગરીબ બાળકો અને મહિલાની વાત સાંભળીને અભિનેત્રી કોઈક રીતે કાર સુધી પહોંચી ગઈ. આ પછી અભિનેત્રીએ બેગમાંથી પૈસા કાઢીને મહિલાને આપ્યા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જેકલીન ફર્નાન્ડીઝનો આ વીડિયો જોયા બાદ ફેન્સ સતત કોમેન્ટ કરીને અભિનેત્રીના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ‘સુશાંતની ટુ કોપી જેકલીન. તું બહુ સ્વીટ માણસ છે. તે દિલ જીતી લીધા છે, તમે સુશાંત જેવા છો. ત્યાં, અન્ય યુઝરે લખ્યું – ‘સૌથી સ્વીટ.’ જેકલીનનો આ વીડિયો તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

Shah Jina