આજના સમયમાં ટૈટૂ બનાવવાનો શોખ યુવાઓની સાથે સાથે બોલીવુડમાં પણ જોવા મળી રહ્યો છે. બોલીવુડમાં ઘણા સિતારાઓએ શરીરની લગ અલગ જગ્યાઓ પર જાત-જાતની ડિઝાઇન વાળા ટૈટૂ બનાવડાવ્યા છે. એવામાં બૉલીવુડ અભિનેત્રી જૈક્લિન ફર્નાડીસે પણ પોતાના શરીર પર તાજેતરમાં જ ટૈટૂ બનાવડાવ્યું છે.
કોઈ પગ પર તો કોઈ હાથ પર, કોઈ પીઠ પર તો કોઈ અન્ય જગ્યાઓ પર ટૈટૂ બનાવડાવતા હોય છે. જ્યારે જૈક્લિને પોતાની કમર પર ટૈટૂ બનાવડાવ્યું છે.
જૈક્લિને સોશિયલ મીડિયા પર એક વ્લોગ શેર કરીને જણાવ્યું છે કે તેણે પોતાની કમરના ઉપરના ભાગ પર પહેલું ટૈટૂ બનાવડાવ્યું છે.
View this post on Instagram
It’s just “work hard, play hard” once I plug into it! @boAt.nirvana #IamaboAtHead #PlugIntoNirvana
વીડિયોમાં જૈક્લિન પોતાના મિત્રો સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે. વીડિયોના કૈપ્શનમા જૈક્લિને લખ્યું કે તેણે પોતાનું સૌથી પહેલું ટૈટૂ બનાવી લીધું છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જૈક્લિન પોતાના મિત્રો સાથે ટૈટૂ શોપ પર પહોંચે છે અને તેના મિત્રો પણ ટૈટૂ બનાવડાવે છે. ટૈટૂની ડિઝાઇન નક્કી કર્યા પછી કઈ જગ્યા પર બનાવવું તેના પર જૈક્લિન થોડી ચિંતિત દેખાઈ રહી છે.
અંતે જૈક્લિને કમરના ઉપરના ભાગમાં ટૈટૂ બનાવવાનું નક્કી કર્યું. જૈક્લિને ટૈટૂ બનાવવા માટે અંગ્રેજી શબ્દ ‘Magic’ પસંદ કર્યો છે. વીડિયોમાં જૈક્લિન પોતાના નવા ટૈટુને દેખાડી રહેલી પણ જોવા મળી રહી છે.
જુઓ જૈક્લિનનો ટૈટૂ બનાવી રહેલી વ્લોગ વિડીયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.