215 કરોડના વસૂલી કેસમાં ED એ બોલીવુડની ટોપ અભિનેત્રી આરોપી બનાવી, સુકેશ સાથે કાંડ કરવામાં માસ્ટર હતી?

ઠગ સુકેશ ચંદ્રશેખર કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની મુશ્કેલીઓ વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેને આરોપી બનાવવામાં આવી છે. આ મામલો 215 કરોડની ખંડણી સાથે સંબંધિત છે. EDએ સુકેશ ચંદ્રશેખર સાથેના કથિત સંબંધોના સંદર્ભમાં અનેકવાર જેકલીન ફર્નાન્ડિસની પૂછપરછ કરી છે. EDએ આજે ​​જેકલીન વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જેકલીનને પણ વસૂલાતના નાણાંનો ફાયદો થયો છે અને તે જાણતી હતી કે સુકેશ ગુનેગાર છે. જ્યારથી એક્ટ્રેસનું મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે કનેક્શન સામે આવ્યું છે ત્યારથી તે કાનૂની મુશ્કેલીમાં ફસાયેલી છે.

ત્યારે હવે EDએ અભિનેત્રી પર 215 કરોડ રૂપિયાની ઉચાપતના કેસમાં આરોપ લગાવ્યો છે. EDએ આજે ​​અભિનેત્રી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. જેકલીન જાણતી હતી કે સુકેશ ગુનેગાર છે અને તે તિહાર જેલમાં બંધ છે, પરંતુ તેમ છતાં તેણે ભેટો લીધી. જેકલીનને ખબર હતી કે તે જે કિંમતી ભેટો કરોડોમાં લઈ રહી છે તે છેતરપિંડીનાં પૈસાથી ખરીદવામાં આવી હતી. મુખ્ય સાક્ષીઓ અને આરોપીઓના અનેક નિવેદનો પરથી જાણવા મળ્યું છે કે જેક્લીન વીડિયો કોલ દ્વારા સુકેશના સતત સંપર્કમાં હતી. સુકેશે જેકલીનને મોંઘી ગિફ્ટ્સ આપ્યાની કબૂલાત કરી છે. મળતી માહિતી મુજબ, સુકેશે જેકલીનને 10 કરોડ રૂપિયાની કિંમતી ભેટ આપી હતી.

EDએ અભિનેત્રીની 7 કરોડથી વધુની સંપત્તિ પણ જપ્ત કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે સુકેશે જેકલીનના પરિવારના સભ્યોને મોંઘી ભેટ પણ આપી હતી. પરિવારને આપવામાં આવેલી ભેટમાં કાર, મોંઘી વસ્તુઓ ઉપરાંત રૂ. 1.32 કરોડ અને રૂ. 15 લાખના ફંડ્સ પણ સામેલ હતા. જેકલીન ઘણા સમયથી EDના રડાર પર છે. કેસની તપાસ કર્યા પછી, EDએ જેકલીન પર તેની પકડ વધુ કડક કરી છે અને તેનું નામ આરોપી તરીકે જાહેર કર્યું છે. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે ઠગ સુકેશે દિલ્હીની જેલમાં બંધ એક મહિલા પાસેથી 215 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

આ પછી સુકેશે એ જ ખંડણીના પૈસાથી જેકલીનને કરોડોની મોંઘી ગિફ્ટ્સ આપી. ભેટોમાં હીરા, ઝવેરાત, 52 લાખની કિંમતનો ઘોડો સહિત અન્ય ઘણી મોંઘી ભેટ સામેલ છે. એવું કહેવામાં આવ્યું હતું કે સુકેશે લોકોને છેતરીને આટલા પૈસા કમાયા હતા. ઠગ સુકેશે જેકલીનને આટલી કિંમતી ભેટ કેમ આપી ? આ પ્રશ્ન ઘણા લોકોને હતો. આ પછી ખબર પડી કે જેકલીન અને સુકેશ એકબીજા સાથે પ્રેમ સંબંધમાં હતા. થોડા સમય પહેલા જેકલીન અને સુકેશની કેટલીક ઈન્ટીમેટ તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જે બાદ લોકોએ જેકલીનને ખૂબ ટ્રોલ કરી હતી.

EDની કાર્યવાહી બાદ એક તરફ જેકલીન ફર્નાન્ડિસ ખરાબ રીતે ફસાયેલી જોવા મળી રહી છે, તો બીજી તરફ તેના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેની પાસે ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે. જેમનાં અભિનેત્રીની બે ફિલ્મો મોટા બજેટની છે. જેકલીન બોલિવૂડના એક્શન કિંગ અક્ષય કુમારની સામે રામ સેતુમાં જોવા મળશે. આ ફિલ્મમાં નુસરત ભરૂચા પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મને અભિષેક શર્મા ડિરેક્ટ કરી રહ્યા છે. જેકલીનની ફિલ્મનું બજેટ 80 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહ્યું છે. આ સિવાય જેકલીન રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં જેકલીન સાથે રણવીર સિંહ અને પૂજા હેગડે જોવા મળશે. આ ફિલ્મ ક્રિસમસના અવસર પર રિલીઝ થઈ શકે છે.

Shah Jina