બોલીવુડની ટોપ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ છેલ્લા એક મહિનાથી ભળતા જ કારણોસર ચર્ચામાં છે. સલમાન ખાન સાથે તેને હિટ ફિલ્મ આપેલી છે. મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના કથિત રોમાન્સથી લઈને 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તેનું નામ આવેલું છે. આ માટે તેને તપાસ એજન્સીઓની ઓફિસનું તેડું પણ આવ્યું હતું. હવે તેની ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેની ગરમાગરમ કિસની તસવીર લીક થઈ છે. અલબત્ત, અગાઉ પણ આવી તસવીર લીક થયેલી, પરંતુ આ વખતે ખાસ વાત એ છે કે લીક થયેલી તસવીરમાં જેકલીનના ગળા પર રાતીચોળ ‘લવ બાઇટ’ પણ જોઈ શકાય છે.
View this post on Instagram
બૉલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ છેલ્લા કેટલાય સમયથી ચર્ચાનો વિષય બની છે, 200 કરોડની ઠગીના મામલામાં જેકલીન ફર્નાન્ડિઝનું નામ પણ સામે આવ્યું છે, જેકલીન અને સુકેશની ઘણી બધી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે ત્યારે હાલ તેની એક બીજી તસવીર સામે આવી છે, જેમાં જેકલીનના ગળા ઉપર લવ બાઈટ જોવા મળી રહ્યું છે.
જેકલીન સુકેશને ડેટ કરતી હોવાની ચર્ચાઓ પણ મીડિયામાં જાગી હતી, પરંતુ જેકલીને એ વાતનો ઈન્કાર કર્યો છે કે તે સુકેશને ડેટ કરી રહી છે. થોડા દિવસ પહેલા પણ જેકલીન અને સુકેશની રોમાન્ટિક ક્ષણોની તસવીર સામે આવી હતી, હવે વધુ એક તસ્વીરે ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે.
સામે આવેલી તસવીરમાં સુકેશ જેકલીનને કિસ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સુકેશન હોઠ જેક્લીનના હોઠની એકદમ નજીક જોવા મળી રહ્યા છે, તો જેક્લીનના ગળા ઉપર પણ લાલ રંગનું નિશાન જોવા મળી રહ્યું છે, આ તસવીર વાયરલ થતા જ જેકલીનના ગળામાં જોવા મળેલા નિશાનને લોકો લવ બાઈટ કહી રહ્યા છે. આ તસ્વીરમાં બંને રોમેન્ટિક ક્ષણ પસાર કરતા જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ બધી જ તસવીરો સુકેશ ચંદ્રશેખરે ન્યૂઝ એજન્સી ANIને આપેલા એક ઇન્ટરવ્યૂના થોડા દિવસ પછી જ વાયરલ થઇ ગઈ હતી પછી તે ઇન્ટરવ્યૂમાં સુકેશે સ્વીકાર્યું હતું કે તે અને જેકલીન બંને એકબીજાંને ડેટ કરી રહ્યાં હતાં અને તેમના સંબંધોને અને ક્રિમિનલ કેસને કશી જ લેવાદેવા નથી.
View this post on Instagram
ડિસેમ્બરમાં જ મીડિયા રિપોર્ટ્સ આવ્યા હતા કે સુકેશ ચંદ્રશેખરે બૉલીવુડ હિરોઈન જેકલીનને 52 લાખ રૂપિયાનો અલમસ્ત ઘોડો અને 9 લાખ રૂપિયાની પર્શિયન બિલાડી ગિફ્ટમાં આપી હતી. તે સિવાયની મોટી મોટી ભેટસોગાદો મળીને સુકેશે જેકલીનને 10 કરોડ રૂપિયાની ગિફ્ટ્સ આપી હતી.IT ડિપાર્ટમેન્ટનું કહેવું હતું કે સુકેશ કોલર આઇડી સ્પૂફ કરીને તિહાર જેલમાંથી જેકલીન ફર્નાન્ડીઝને ફોન કરતો હતો. આ મેટરમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટે જેકલીન ફર્નાન્ડીઝની પૂછપરછ કરી હતી.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે સુકેશે પોતાને ચેન્નાઈનો એક મોટો બિઝનેસમેન જણાવીને જેકલીન સાથે મિત્રતા કરી હતી અને ત્યારબાદ સુકેશે જેકલીનને કરોડોની મોંઘી ભેટ પણ આપી હતી. આ જ કારણ હતું કે જેકલીનને ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું હતું અને તેને ED પૂછપરછમાં હાજરી આપતી વખતે તમામ ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન વિગતો સાથે તેની બેંક વિગતો લાવવાનું કહેવામાં આવ્યું હતું.
View this post on Instagram
હકીકતમાં, 200 કરોડના મની લોન્ડરિંગ કેસ બાબતે ED સુકેશ ચંદ્રશેખરના તમામ કનેક્શન્સની તપાસ કરી રહી છે. કરોડોના કેસની જાંચમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઓ સુધી પહોંચી રહી છે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર ચંદ્રશેખરે ગયા વર્ષે નોરા ફતેહીને 63.94 લાખ રૂપિયાની BMW કાર ગિફ્ટ કરી હતી.
View this post on Instagram
EDના સાક્ષીઓની યાદીમાં બોલીવુડની ડાન્સર નોરા ફતેહીનું નામ 45માં નંબર પર છે. તેને EDને જણાવ્યું કે કેવી રીતે સુકેશે તેની એજન્સી એક્સિડ એન્ટરેનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ અને તેની પત્ની લીના પોલ દ્વારા ચેરિટી શોમાં ડાન્સ કરવા માટે તેને ચેન્નાઈની એક હોટલમાં આમંત્રિત કરી હતી. આ જ ઈવેન્ટ દરમિયાન તેણે નોરાને ગુચીની બેગ અને iPhone ભેટમાં આપ્યો હતો.
View this post on Instagram
મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર ખૂબ જ ચાલાક માણસ છે. જ્યારે તેણે નોરા ફતેહી સાથે પહેલીવાર ફોન પર વાત કરી, ત્યારે તેણે પોતાને એક મોટો ચાહક ગણાવતા, ભેટ તરીકે BMW કાર ઓફર કરી. પરંતુ નોરાએ તે લેવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે તેમની પાસે આ કાર પહેલેથી જ છે. આમ છતાં સુકેશે નોરા ફતેહીને 5 સીરીઝની BMW કાર મોકલી. બૉલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહીએ ખુદ EDની સામે આ વાતનો ખુલાસો કર્યો છે.
View this post on Instagram
એક અંદાજ મુજબ સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડીઝ પર લગભગ 10 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જેમાં બિર્કીન બેગ, ચેનલ અને ગુચી જેવી મોંઘીદાટ ગિફ્ટ્સ આપવામાં આવી હતી. જેમાં લક્ઝરી વસ્તુઓ, કાર, એક ઘોડો અને અન્ય ભેટોનો સમાવેશ થાય છે. આટલું જ નહીં, જો રિપોર્ટ્સનું માનીએ તો, સુકેશે જેકલીનને પોતાની તરફ આકર્ષવા માટે કહ્યું હતું કે તે 500 કરોડ રૂપિયાના બજેટવાળી ફિલ્મ બનાવશે, જેમાં બૉલીવુડ અભિનેત્રી જેકલીન લીડ રોલમાં હશે.
View this post on Instagram
ઠગ સુકેશ સાથેના રિલેશનને લીધે આજકાલ બોલીવુડની ટોપ અભિનેત્રી જેકલીન હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે. એકબાજુ જેકલીન સુકેશ સાથે કોઈ સંબંધો ન હોવાનું ઈડીને જણાવી રહી છે, તો બીજી બાજુ સુકેશ ચંદ્રશેખરે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, જેકલીન તેની સાથે રિલેશનશિપમાં હતી અને આ કેસમાં તેનો કોઈ સંબંધ નથી. સાથે જ સુકેશે કહ્યું છે કે, હજુ સુધી કેસ ચાલતો હોવાથી તેને ઠગ કહેવામાં ન આવે. સુકેશ ચંદ્રશેખરના વકીલ અનંત વકીલે સુકેશ ચંદ્રશેખર તરફથી એક નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં સુકેશે દાવો કરતાં જણાવ્યું છે કે, તે જેકલીનની સાથે રિલેશનશિપમાં હતો અને તેની પર્સનલ રિલેશનશિપનો આ ક્રિમિનલ કેસ સાથે કોઈ સંબંધ નથી. સાથે જ સુકેશે વધુમાં જણાવ્યું છે કે, હજુ સુધી તેના પર આરોપ સાબિત થયા નથી એટલા માટે તેને ઠગ કહેવામાં ન આવે.
View this post on Instagram