મનોરંજન

મા વેચતી હતી વાસણ અને કપડાં, 3 વર્ષ સુધી ચાલમાં વિતાવ્યું જીવન, યાદ કરીને ભાવુક થયા જેકી શ્રોફ

બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફ હાલમાં બેક ટૂ બેક ફિલ્મોમાં જોવા મળે છે. ખૂબ જ જલ્દી તેઓ ફિલ્મ RAWમાં પણ જોવા મળશે, આ ફિલ્મમાં જોન અબ્રાહમ ન જોવા મળશે. હાલમાં જ જેકી શ્રોફ ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપટર 3માં મહેમાન જજ તરીકે જોવા મળ્યા હતા. આ દરમ્યાન તેઓએ પોતાના સંઘર્ષ ભર્યા જીવનની વાત કરી હતી.હકીકતે આ શોમાં એક કોન્ટેસ્ટેન્ટની ભાવુક વાત સાંભળીને જેકી પણ ખૂબ જ ભાવુક થઇ ગયા. જેકીએ કહ્યું, “મેં પણ પોતાના જીવનના 33 વર્ષ ચાલમાં વિતાવ્યા છે. અમે 30 લોકો ચાલમાં રહેતા હતા, એમાં ફક્ત 7 ઘરો અને એમની વચ્ચે 3 બાથરૂમ જ હતા. મારી શાળાન ફી ભરવા માટે, માતા વાસણો અને સાડીઓ વેચતી હતી. દરેક મનુષ્યની અંદર જાદુ હોય છે. અને દરેક વ્યક્તિ એ મેળવી શકે છે જેની એ ચાહ રાખે છે. એક હીરો બન્યાના ઘણા વર્ષો પછી પણ હું તે ચાલમાં રહેતો હતો. અને એ જગ્યા સાથે ખૂબ જ લગાવ થઇ ગયો હતો.”

એકીએ જણાવ્યું, “ત્યારે દુઃખ ઓછું હતું જ્યારે રૂમો પણ ઓછા હતા.” જેકીની આ વાત સાંભળીને ત્યાં હાજર લગભગ બધા જ લોકો ભાવુક થઇ ગયા હતા. અહીં સુધી કે જજ પણ પોતાની ભાવનાઓને રોકી શક્યા ન હતા.

 

View this post on Instagram

 

😍

A post shared by Jackie Shroff (@apnabhidu) on

જેકી શ્રોફે કન્ટેસ્ટેન્ટના વખાણ કર્યા  અને તેની માટે કરેલા તેના આવા ઉછેર માટે તેની માતાની પણ પ્રશંષા કરી. જેકી એ કલાકારોમાંથી એક છે, જે જમીનથી જોડાયેલા હોય છે. તે હંમેશા ઘણા કૂલ રહે છે અને પોતાના પ્રશંસકોને ખૂબ જ પ્રેમ કરે છે.

એકવાર મુંબઈમાં હોઈ ફિલ્મના શૂટિંગ દરમ્યાન દેવ આનંદે જેકીને જોયા અને તેમને પૂછ્યું કે ફિલ્મોમાં કામ કરશે, અને આ તેમને ફિલ્મોમાં કામ મળવાનું શરુ થયું. એ પછી જેકી શ્રોફે ઘણીં હિટ ફિલ્મો આપી છે. હાલમાં પણ તેમની ફિલ્મ RAW રિલીઝ થવાની છે અને એ પછી તેઓ સહોમાં જોવા મળશે, જે પ્રભાસની ફિલ્મ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks