OMG ! સંબંધ બાંધવા દરમિયાન થઇ ભૂલ તો આ ફેમસ સેલિબ્રિટીને હોસ્પિટલમાં રહેવુ પડ્યુ 7 દિવસ

દરમિયાન થઇ ભૂલ, મશહૂર હસ્તી 7 દિવસ સુધી હોસ્પિટલ ભેગો થયો

પ્રખ્યાત ઓસ્ટ્રેલિયન સિંગર જેક વિડગને તાજેતરમાં જ તેની સાથે બનેલી એક ઘટનાનો ખુલાસો કર્યો છે. તેનું પોડકાસ્ટ હાલ વાયરલ થઇ રહ્યુ છે. સિંગર જેક વિડગને જણાવ્યું કે કેવી રીતે સંબંધને કારણે તેને એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ રહેવુ પડ્યુ હતુ. સિંગર જેક વિડગને તેના પોડકાસ્ટ ‘હેય ડોલ’ પર આ વાતનો ખુલાસો કર્યો હતો. 25 વર્ષિય સિગર જેક વિડગને પોડકાસ્ટ Hey Doll પર એક એપિસોડ જારી કર્યો હતો. તેનું આ પોડકાસ્ટ ઘણુ મશહૂર છે. તેને એક પુરુષ પાર્ટનર સાથે સંબંધ દરમિયાન આંખમાં ઇન્કફેક્શન થઇ ગયુ હતુ.

પોડકાસ્ટ હેય ડોલ પર ગુરુવારના રોજ જેક વિડગને કબૂલ કર્યુ કે એકવાર લોસ એંજેલેસમાં એક સ્ટંટ ડબલ પાવર રેંજર સાથે યૌન સંબંધ બનાવ્યા બાદ તેના માટે ઘણુ ખરાબ સાબિત થયુ હતુ. બેવર્લી હિલ્સના હોસ્પિટલમાં તેને 7 દિવસ વીતાવવા પડ્યા હતા. તેણે કહ્યુ, તેના આંખમાં ઇન્ફેક્શન થઇ ગયુ હતુ. જેને કારણે તેને વધારે એંટીબાયોટિક્સ દવાઓ લેવી પડી હતી. પોતાના પોડકાસ્ટ બાદ જેકે હોસ્પિટલમાં વીતાવેલા દિવસનો વીડિયો અને તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યા.

 

View this post on Instagram

 

A post shared by jack vidgen (@jack.vidgen)

આ પહેલા જેક વિડગને પૂરી દુનિયાને અચંબિત કરી દીધી. જયારે તેણે જણાવ્યુ કે નાઇટઆઉટ દરમિયાન તેણે એક મહિલા સાથે રાત વીતાવી હતી. તેણે મહિલા સાથે રાત વીતાવવાળી વાતને એક પોડકાસ્ટથી જ બધાની સામે રાખી હતી. જેક વિડગન આ પહેલા પોતાને ઓપેનલી ગે જણાવી ચૂક્યો છે. તેણે કહ્યુ કે મહિલા સાથે નાઇટઆઉટ બાદ તેને મહેસૂસ થયુ કે તે હવે બાયસેક્યુઅલ થઇ ગયો છે.

Shah Jina