વધુ એક ગ્રીષ્મા જેવી હત્યા, નરાધમ યુવકે યુવતીને રિસોર્ટમાં લઈ જઈને તેનું ગળું….તસવીરો જોઈને તમારું કાળજુ કંપી ઉઠશે

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હત્યાના મામલાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર અંગત અદાવત તો કેટલીકવાર પ્રેમ સંબંધ અને બેવફાઇ પણ કારણ હોય છે. ત્યારે હાલમાં એક મામલો ઘણો ચર્ચામાં છે. મંગળવારના રોજ એક રિસોર્ટના પાંચ નંબરના રૂમમાંથી એક યુવતીનો મૃતદેહ રજાઇમાં લપેટાયેલો મળી આવ્યો હતો. તેનું ગળું અને કાંડા ચીરી ગયેલા મળી આવ્યા હતા. પોલીસને શંકા હતી કે તેની હત્યા કરવામાં આવી. યુવતીની ઉંમર 21 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે. તે બે દિવસ પહેલા એક યુવક સાથે અહીં આવી હતી.

જે મેખલા રિસોર્ટમાં યુવતીનો મૃતદેહ મળ્યો હતો તે શહેરથી લગભગ 20 કિમી દૂર ન્યૂ ભેડાઘાટ રોડ પર છે. જબલપુરના તિલવારાઘાટ સ્થિત મેખલા રિસોર્ટના પાંચ નંબરના રૂમમાંથી મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે જે સમયે રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે તે કપડા વગરની હાલતમાં મળી આવી હતી. યુવતી બે દિવસ પહેલા એક મિત્ર સાથે હોટલમાં આવીને રોકાઈ હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ મોકલીને તપાસ શરૂ કરી છે.

યુવતીની લાશના મામલામાં મોટો સુરાગ સામે આવ્યો છે. હોટલમાં યુવતીની હત્યાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવક મેખલા રિસોર્ટના રૂમ નંબર-5માં જોવા મળી રહ્યો છે. તેની હત્યા કર્યા બાદ તે વીડિયો બનાવી રહ્યો છે અને બેકગ્રાઉન્ડમાં પંજાબી ગીત વાગી રહ્યું છે. વીડિયોમાં યુવક યુવતીને બેવફા કહેતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં લોહીથી લથપથ એક યુવતી અને ગુસ્સે ભરાયેલો યુવક જોવા મળી રહ્યો છે. યુવક કહી રહ્યો છે કે, બેવફાઇ નહિ કરને કા. આ પછી તે ગાળ બોલે છે અને કહે છે – ‘બેવફાઈ કરનારાનું નસીબ આવું હોય છે’

મૃતકની ઓળખ શિલ્પા ઝારિયા તરીકે થઈ હતી. તે જબલપુર પાસેના ગામની રહેવાસી હતી. શહેરથી 20 કિમી દૂર ન્યૂ ભેડાઘાટ રોડ પર આવેલા આ રિસોર્ટમાં તે બે દિવસ પહેલા અભિજિત પાટીદાર સાથે આવી હતી. આ પછી પોલીસે આરોપીની શોધ શરૂ કરી. રિસોર્ટમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતી 6 નવેમ્બરના રોજ આરોપી સાથે રિસોર્ટમાં આવી હતી. બંનેએ પોતાને ગુજરાતના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. યુવતીએ ચેક-ઇન સમયે પોતાનું નામ રાખી મિશ્રા જણાવ્યું હતું અને છોકરાએ પોતાની ઓળખ અભિજીત પાટીદાર તરીકે આપી હતી.

રૂમની તલાશી લેતા પોલીસને રૂમમાંથી 2 દારૂની બોટલો મળી આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંનેએ નકલી આઈડીથી હોટલમાં રૂમ લીધો હતો. રવિવારે સાંજે બંને સાથે ફરવા ગયા હતા. જો કે, છોકરો રાત્રે એકલો જ રિસોર્ટમાં પાછો ફર્યો હતો. સોમવારે, છોકરો હોટેલમાં જમ્યો હતો અને સાંજે રિસોર્ટથી નીકળી ગયો હતો, પરંતુ પાછો આવ્યો ન હતો. મંગળવારે બપોર સુધી જ્યારે રૂમ ન ખુલ્યો અને કોઈ ઓર્ડર ન આવ્યો ત્યારે હોટેલ મેનેજમેન્ટે રૂમ ખોલીને જોયું તો અંદર બેડ પર લોહીથી લથપથ રજાઇમાં છોકરીની લાશ લપેટાયેલી હાલતમાં મળી આવી હતી. આ પછી પોલીસને માહિતી આપવામાં આવી હતી.

Shah Jina