ટીવીના પોપ્યુલર ગેમ શો “કૌન બનેગા કરોડપતિ13″માં આ વખતે શુક્રવારના રોજ ટીવીના પોપ્યુલર શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ની ટીમ આવી હતી અને આ દરમિયાન પૂરી ટીમ, પ્રોડ્યુસર અસિત મોદી અને શોના હોસ્ટ અમિતાભ બચ્ચન મસ્તી કરતા જોવા મળ્યા હતા. સોની ટીવીએ શોના ઘણા પ્રોમો શેર કર્યા હતા, જેમાં તારક મહેતાની ટીમ, અમિતાભ બચ્ચનને કેટલાક દિલચસ્પ સવાલ પૂછતી જોવા મળી હતી. હોટસીટ પર તારક મહેતાના જેઠાલાલ એટલે કે દીલિપ જોશી અને ચંપરકર ચાચા જોવા મળ્યા અને બાકીની ટીમ ઓડિયન્સ સાથે બેઠેલી જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પર શોનો એક પ્રોમો જોરદાર વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ઐય્યર ભાઈ અમિતાભ બચ્ચનને પૂછે છે કે સર, જ્યારે કોઈ તમારી બાલ્કનીમાં ઊભા રહી અને જોઇ રહ્યા હોય તો તમે શું કરો. આના પર અમિતાભ કહે છે કે અમે પણ તેમને એ જ રીતે જોઈશું જે રીતે તે જોઈ રહ્યા છે. આ પછી બાઘા અમિતાભ બચ્ચનને સવાલ પૂછે છે કે તે એક ચૌલમાં રહે છે અને ત્યાં ઘણીવાર પાણી જતુ રહે છે અને ત્યારે તેઓ બાજુવાળા પાસે પાણી માંગવા જાય છે, જો તમારા ઘરે પણ પાણી જાય તો ત્યારે તમે શું કરો છો, તેના પર અમિતાભ કહે છે કે હું પણ પાડોશમાંથી પાણી મંગાવુ છું.
શુક્રવારના રોજ એટલે કે ગઇકાલે તારક મહેતાની સ્ટારકાસ્ટ KBCમાં જોવા મળી હતી. શોમાં 21 લોકો આવ્યા બાદ અમિતાભ બચ્ચન માટે તેમને બેસવા માટે જગ્યા આપવી મુશ્કેલ બની ગઈ છે. આવી સ્થિતિમાં દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલે બિગ બીને એવો આઈડિયા આપ્યો કે તેમને ભગવાન યાદ આવી ગયા.
‘કૌન બનેગા કરોડપતિ 13’ના નવા પ્રોમોમાં જેઠાલાલ (દિલીપ જોશી), બાપુજી (અમિત ભટ્ટ) અને નિર્માતા અસિત કુમાર મોદી સ્ટેજ પર જોવા મળે છે. તેની સાથે શો સાથે જોડાયેલા અન્ય સભ્યો પણ આવ્યા છે. આવી સ્થિતિમાં આટલા બધા લોકોને એકસાથે જોઈને અમિતાભ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
View this post on Instagram