ખબર દિલધડક સ્ટોરી નારી વિશે

ભારતની આ દીકરીએ સાયકલ પર 1200 કિમીનું અંતર કાપ્યું, તો અમેરિકન રાષ્ટ્રપતિની દીકરી ઇવાંકા ટ્રમ્પે જ્યોતિના વખાણ કર્યા, કહ્યું…

લોકડાઉનમાં ગુરુગ્રામથી પિતાને સાયકલ પર બેસાડીને 1200 કિમીનું અંતર કાપીને દરભંગા (બિહાર) પહોંચનાર જ્યોતિ હાલ ખૂબ જ ચર્ચાઓમાં છે.જ્યારે જ્યોતિ ઘાયલ પિતાને સાયકલ પર ગુરુગ્રામથી 1200 કિલોમીટર દૂર દરભંગા પહોંચી ત્યારે આખી દુનિયા ચોંકી ગઈ હતી. જેણે સાંભળ્યું તે દરેકે જ્યોતિના વખાણ કર્યા. જ્યારે આ સમાચાર વ્હાઇટ હાઉસ સુધી પહોંચ્યા ત્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા પણ પોતાને જ્યોતિની પ્રશંસા કરતા રોકી શકી નહિ. ઇવાંકા ટ્રમ્પે જ્યોતિની હિંમતના વખાણ કરતા ટ્વીટ કરી હતી.

ઇવાન્કાએ ટ્વિટ કરી કહ્યું 15 વર્ષની જ્યોતિ કુમારી પોતાના ઘાયલ પિતાને સાયકલથી સાત દિવસમાં 1,200 કિમી અંતર કાપીને પોતાના ગામ લઇ ગઈ. ઇવાન્કાએ વધુમાં લખ્યું છે કે સહનશીલતા અને પ્રેમની આ વિરગાથાએ ભારતીય લોકો અને સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાનું ધ્યાન ખેંચ્યું છે.

Image Source

ઇવાન્કા ટ્રમ્પને જ્યોતિ વિશે ત્યારે ખબર પડી ત્યારે ભારતીય સાયકલિંગ ફેડરેશને જ્યોતિનો સંપર્ક કર્યો. ખરેખર, આ સમાચાર સ્થાનિક વહીવટ દ્વારા સીએફઆઈ સુધી પહોંચ્યા. ભારતીય સાયકલિંગ ફેડરેશન જ્યોતિને ટ્રાયલ માટે તક આપવાનો નિર્ણય કર્યો છે. મીડિયામાં સમાચારો આવતાની સાથે જ તે આગની જેમ ફેલાઈ ગયા. સીએફઆઈના ડિરેક્ટર વી.એન.સિંહે કહ્યું હતું કે ફેડરેશન વતી તેમને ટ્રાયલ પર જવાની તક આપવામાં આવશે. આ સિવાય જો તે સીએફઆઈના ધોરણો પર ખરી ઉતરશે તો તેને વિશેષ તાલીમ આપવામાં આવશે સાથે સાથે કોચિંગ પણ આપવામાં આવશે.

Image Source

જણાવી દઈએ કે જ્યોતિના પિતા મોહન પાસવાન થોડા મહિના પહેલા કોરોના સંકટને લીધે જાહેર કરાયેલા દેશવ્યાપી લોકડાઉનમાં પહેલા જ અકસ્માતમાં ઘાયલ થયા હતા, તેથી તે જાતે ઘરે પહોંચી શકવામાં અસમર્થ હતા.

પિતા લોકડાઉનમાં ફસાઈ જવાને કારણે દીકરી જ્યોતિ પરેશાન થઈ ગઈ અને એક દિવસ તે સાયકલ લઇને પિતા સાથે નીકળી પડી. જ્યોતિએ જણાવ્યું કે તેણી 10 મેના રોજ ગુરુગ્રામથી તેના પિતાને સાયકલ પર લઈને નીકળી હતી અને 16 મેની સાંજે ઘરે પહોંચી હતી. રસ્તામાં તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, જોકે કેટલાક લોકોએ તેમને મદદ પણ કરી. હાલમાં બંનેને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.