ખબર

ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કાને તૈયાર કરનારી આ વ્યક્તિ વિશે જાણશો તો નવાઈ પામશો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે હતા, તેમની સાથે તેમની પત્ની મેલાનિયા અને પુત્રી ઇવાન્કા ટ્રમ્પ પણ આવ્યા હતા. ટ્રમ્પ અને મેલાનિયા ઉપરાંત ઇવાન્કા પણ ભારત આવીને ઘણી ચર્ચાઓમાં રહી. ઇવાન્કા ખૂબ જ સુંદર છે. સાથે જ લોકો ભારતમાં તેની ફેશન સેન્સની ખૂબ પ્રશંસા કરી રહયા છે.

Image Source

ત્યારે હવે ઇવાન્કાની ફેશન વિશે એક મોટી ખબર સામે આવી છે. ઇવાન્કાએ તેની હેરસ્ટાઇલ બોલિવૂડની લોકપ્રિય મેકઅપની આર્ટિસ્ટ અનુ કૌશિક પાસેથી કરાવી હતી. અનુ કૌશિકે ઇવાન્કા સાથે તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે કહ્યું કે તેને ઇવાન્કાની હેરસ્ટાઇલ કરવામાં ખૂબ ગર્વ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Anu kaushik (@kaushikanu) on

ઇવાન્કાની હેરસ્ટાઇલની વાત કરીએ તો તે એકદમ સરળ અને સુંદર હતી. અનુ કૌશિક બોલિવૂડની પ્રખ્યાત મેકઅપની આર્ટિસ્ટ છે, તેણે પ્રિયંકા ચોપરા, ઐશ્વર્યા રાય અને કરીના કપૂર જેવા ઘણા સેલેબ્સનો મેકઅપ કર્યો છે.

Image Source

ઇવાન્કાએ હૈદરાબાદમાં વ્હાઇટ શેરવાની પહેરી હતી જે અનિતા ડોંગરેએ ડિઝાઇન કરી હતી. અનિતા બોલિવૂડની પ્રખ્યાત ફેશન ડિઝાઇનર છે.

Image Source

જણાવી દઈએ કે ઇવાન્કાએ મોડેલિંગ, ટીવી ઉદ્યોગ, સમાજ સેવા અને બિઝનેસમાં પણ વિશેષ ઓળખ બનાવી છે. ઇવાન્કા ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી પત્ની ઇવાનાની દીકરી છે. ઇવાન્કાનો જન્મ 30 ઓક્ટોબર 1981ના રોજ ન્યુયોર્કમાં થયો હતો.

Image Source

ઇવાન્કાએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. તેમણે કેટલાક રિયાલિટી શો પણ જજ કર્યા. ઇવાન્કા ટ્રમ્પે જેરેડ કુશનર સાથે લગ્ન કર્યા છે. જેરેડ સાથે લગ્ન કરવા માટે તેણે પોતાનો ધર્મ બદલવો પડ્યો હતો.

Image Source

ઇવાન્કાના આ પગલાથી ટ્રમ્પ ખુશ નહોતા. ઇવાન્કાના પતિ જેરેડ કુશનર યહૂદી છે. બંનેના લગ્ન વર્ષ 2009માં થયા હતા. ઇવાન્કા હવે ત્રણ બાળકોની માતા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.