જીવનશૈલી હેલ્થ

ત્રણ બાળકોની માતા હોવા છતાં કેમ આટલી સુંદર લાગે છે ઇવાંકા ટ્રમ્પ, વાંચો એના ડાયેટ પ્લાન વિશે

બે દિવસના ભારત પ્રવાસે આવેલા ડોનાલ્ડ ટ્રમ્પ ગઈકાલે અમેરિકા જવા રવાના થઈ ગયા. તેમની સાથે તેમની પત્ની મેલાનિયા અને દીકરી ઇવાંકા અને તેનો પતિ પણ સાથે આવ્યા હતા, તેમના આ ભારત પ્રવાસમાં તેઓએ ઘણા સ્થળોની મુલાકાત લીધી, પરંતુ આ બધામાં ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાંકા ટ્રમ્પ ભારતીય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી, તેની સુંદરતા જોઈને લોકો મંત્રમુગ્ધ થઇ ગયા.

 

View this post on Instagram

 

A post shared by Ivanka Trump (@ivankatrump) on

ઇવાંકા ત્રણ બાળકોની માતા છે પરંતુ તેને જોતા લાગતું પણ નથી ત્યારે તેના ડાયટ પ્લાન વિશે જાણવા માટે લોકો ઘણા જ ઉત્સાહિત છે. તેને કેવી રીતે પોતાની ફિગરને મેન્ટેઇન રાખ્યું છે તે જાણવા માટે દરેકને ઈચ્છા છે તો આજે અમે તમને ઇવાંકાના ડાયટ પ્લાન વિશે અને તે કેવી રીતે પોતાના શરીરને મેન્ટેઇન રાખી રહી છે તેના વિશે જણાવીશું.

 

View this post on Instagram

 

A post shared by Ivanka Trump (@ivankatrump) on

ઇવાંકાના ત્રણ બાળકો છે જેમાં મોટી દીકરી એરાબૈલા રોજ જેની ઉંમર 8 વર્ષ છે, બીજો દીકરો જોસેફ 6 વર્ષનો છે જયારે ત્રીજો દીકરો થિયોડોર જેમ્સ 3 વર્ષનો છે.  પ્રેગ્નેન્સી પછી ઇવાંકાએ પોતાના શરીરને મેન્ટેઇન કરવા માટે ખુબ જ મહેનત પણ કરી છે. ઇવાંકા આજે પણ એક મોડેલ જેવી લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ivanka Trump (@ivankatrump) on

તેના વિશે જાણીને તમે પણ હેરાન રહી જશો કે પોતાના પરિવારની દેખરેખ સાથે ત્રણ બાળકોની માતા હોવા છતાં પણ તેને કેવી રીતે પોતાના શરીરને આટલું સ્વસ્થ અને સુંદર બનાવી રાખ્યું છે. 37 વર્ષની ઉંમરે પણ તે એકદમ ફિટ એન્ડ સ્ટ્રોંગ છે. ચાલો જાણીએ તેની રહસ્ય.

 

View this post on Instagram

 

A post shared by Ivanka Trump (@ivankatrump) on

પ્રેગ્નેન્સી પછી ઇવાંકા એક ખાસ ડાયેટ પ્લાનને ફોલો કરી રહી છે જેમાં તે ગ્રીન સલાડ, ઘરમાં જ બનાવેલું વેજીટેબલ સૂપ, અને લિન પ્રોટીન (માછલી અને ચિકન) જેવા વસ્તુઓ પોતાના ડાયટમાં ઉમેરેલી છે.

ઇવાંકા જે ભોજન લઇ રહી છે તેની અંદર પ્રોસેસ્ડ ફૂડ અને કાર્બોહાઇબ્રેડ જરા પણ નથી હોતું આ ઉપરાંત તે અનાજથી બનેલી વસ્તુઓનું પણ સેવન નથી કરતી, આ ડાયેટ પ્લાનને અનુસરીને તેને પોતાનું ઘણું વજન ઉતાર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Ivanka Trump (@ivankatrump) on

સવારે નાસ્તાની અંદર ઇવાંકા એક કપ લીંબુનું પાણી લે છે સાથે તે બ્લૂબેરી, રસબેરી અને જેમાં ફેટ ઓછા પ્રમાણમાં હોય છે તેવી વસ્તુઓનું જ સેવન કરે છે. ઇવાંકાના સવારના ડાયેટ પ્લાનમાં ચિયા સીડ્સ, ફ્લેક સીડ્સ, અખરોટ, બાદમ અને દ્રાક્ષ જેવી વસ્તુઓ પણ સામેલ હોય છે.

તમે જોયું હશે તો ઇવાંકાનો ચહેરો પણ ચમકદાર છે અને તેનું રહસ્ય તેને પહેલા પણ જણાવ્યું છે. તે દિવસ દરમિયાન પોતાના શરીરને હાઈડ્રેડ રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવે છે અને સમય થતા જ ચા અને કોફીનું પણ સેવન કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Ivanka Trump (@ivankatrump) on

પોતાના દીકરા જોસેફના જન્મ બાદ ઇવાંકાએ 13.6 કિલોગ્રામ વજન વર્કઆઉટ કરીને ઘટવું હતું, પોતાની જાતને ફિટ રાખવા માટે તે સવારે 5:30 વાગે ઉઠી જાય છે અને 20 મિનિટ સુધી પોતાના શરીરને ગરમ કરવા માટે વોર્મઅપ કરે છે. આ સિવાય તે યોગા, પાઇલેટ્સ અને ડાન્સ પણ નિયમિત રૂપથી કરે છે. ઇવાંકાને દોડવું ખુબ જ ગમે છે પરંતુ તેને સૌથી વધુ સાઈકલિંગ અને ફ્લાઈવ્હીલ વધારે પસંદ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.