ખબર

તાજમહેલ પહોંચેલી ઇવાન્કાએ ગાઇડને પૂછ્યું, શું સાચે કારીગરોના હાથ કાપી નાખવામાં આવ્યા હતા ? મળ્યો કંઈક આવો જવાબ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેની પત્ની મેલાનિયા ટ્રમ્પ, દીકરી ઇવાન્કા ટ્રમ્પ અને જમાઇ જેરેડ કુશનર 2 દિવસીય ભારતના પ્રવાસે છે. આ દરમિયાન સોમવારે તેને ઉત્તરપ્રદેશનના આગ્રામાં આવેલા તાજમહેલની મુલાકાત લીધી હતી.

Image Source

ઇવાન્કા ટ્રમ્પ અને જમાઇ જેરેડ કુશનરે તાજમહેલમાં 85 મિનિટ જેટલો સમય વિતાવ્યો હતો. આ દરમિયાન ગાઈડ કમલકાંતે ઇવાન્કાને તાજમહેલ અંગે જાણકારી આપી હતી. તો બીજી તરફ તાજનો દીદાર કરવા પહોંચેલી ઇવાન્કાએ પણ ગાઈડને અંશે સવાલ પૂછ્યા હતા.

Image Source

ઇવાન્કાએ તેના ગાઇડને પૂછ્યું હતું કે, શું શાહજહાંએ સાચે જ તાજમહેલ બનાવ્યા બાદ કારીગરોના હાથ કાપી નાખ્યા હતા ? આ સવાલના જવાબમાં કહ્યું હતું કે, શાહજહાંએ કારીગરોના હાથ કાપ્યાના હતા, પરંતુ તેની પાસેથી વચન લીધું હતું કે, તેનો કામ નહીં કરે. આ બાદ શાહજહાંએ આજીવન પગાર આપ્યો હતો.

Image Source

ઇવાન્કાએ ગાઈડ કમલકાંતને પૂછ્યું હતું કે, મુમતાઝનું નિધન કેવી રીતે થયું હતું ? જેના જવાબમાં ગાઈડે કહ્યું હતું કે, મુમતાઝનું નિધન 14માં બાળકના જન્મ સમયે તેનું મોત થયું હતું. આ બાદ ઇવાન્કાએ ફરી સવાલ કર્યો હતો કે સાચે જ ? ગાઈડે જવાબ આપ્યો હતો કે, હા આ વાત સાચી છે.

Image Source

તાજમહેલની મુલાકાત બાદ ઇવાન્કાએ ટ્વીટ કરી લખ્યું હતું કે, તાજમહેલની ભવ્યતા અને સુંદરતા વિસ્યમકારી છે.
આ બાદ ઇવાન્કાએ પોતાના પતિ જેરેડ કુશનર સાથે ડાયના બેંચ પર તસવીર પણ ક્લિક કરાવી હતી.

ઇવાન્કાની જેમજ તેમના પિતા અને અમેરિકાના રાષ્ટ્ર્પતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને માતા મેલાનિયા ટ્રમ્પે પણ તેમના ગાઇડ નીતિનસિંહને અનેક સવાલ પૂછ્યા હતા. ટ્રમ્પે ગાઇડને પૂછ્યું હતું કે તાજમહેલ કોણ બંધાવ્યો હતો ?આ સવાલના જવાબ મળ્યો હતો કે મુગલ બાદશાહ શાહજહાંએ બેગમ મુમતાઝની યાદમાં બનાવ્યો હતો.

Image Source

તાજમહેલ બનાવનાર કારીગરો અંગેના સવાલ અંગે નીતિને ટ્રમ્પને કહ્યું કે, કારીગરો દેશભરમાંથી આવ્યા હતા. આ લોકો સંગેમરમરની ઇમારતો બનાવવા માટે જાણીતા હતા.

Image Source

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પત્ની મેલાનિયા સાથે તાજમહેલની સુપ્રસિદ્ધ ડાયના બેંચ પર બેસીને તસ્વીર ક્લિક કરાવી હતી. આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ અમેરિકન રાષ્ટ્રપતિએ પોતાની પત્ની સાથે આ બેંચ પર તસ્વીર ક્લિક કરાવી હોય.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.