પાણીના ભાવે લોન્ચ થયો સ્માર્ટફોન, ફિચર્સ જાણીને આજે જ લેવા દોડશો

જો તમે પણ સસ્તો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે જ છે

વર્તમાન સમયમાં ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જેમની પાસે સ્માર્ટ ફોન નહીં હોય. માર્કેટમાં રોજ બરોજ નવા નવા સ્માર્ટ ફોન લોન્ચ થઈ રહ્યા છે. હવે સ્પર્ધા એટલી વધી ગઈ છે કે સાદા ફોનની કિંમતમાં સ્માર્ટ ફોન બજારમાં મળી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે Itel A27 સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, Itel A27 કંપનીનો લેટેસ્ટ એન્ટ્રી લેવલ સ્માર્ટફોન છે. તેમા ડ્યુઅલ સિમ કાર્ડ વાપરી શકાય છે. આ સાથે તેમા 2GB રેમ અને 32GB સ્ટોરેજની પણ સુવિધા મળે છે.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર Itel A27ની કિંમત 5999 રૂપિયા રાખવામાં આવી છે. જો આપણે તેના કલર ઓપ્શનની વાત કરીએ તો તે ક્રિસ્ટલ બ્લૂ, ડીપ ગ્રે અને સીલ્વર પર્પલ કલરમાં મળી રહેશે. આ સ્માર્ટેફોનને સમગ્ર દેશમાં તમે કોઈ પણ રિટેલ સ્ટોર પરથી ખરીદી શકો છો.

જો આપણે Itel A27ના ફિચર્સ વિશે વાત કરીએ તો તે હાલમાં માર્કેટમાં એક જ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. તેમા 2GB રેમની સાથે 32GBની ઈન્ટરનલ મેમરી મળી રહી છે. આ ઉપરાંત તેમા 5.45 ઈંચની FW+ IPS સ્ક્રીન આપવામાં આવી છે. તેમા ક્વાડ કોર પ્રોસેસર પણ આપવામાં આવ્યું છે. જો કે કંપનીએ પ્રોસેસરનું નામ જણાવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે આ સ્માર્ટફોનમાં 32GBની ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે જો કે તમે માઈક્રો એસડી કાર્ડની મદદથી 128GB સુધી સ્ટોરેજ વધારી શકો છો. કેમેરાની વાત કરીએ તો તેમા રિયરમાં 5MP AI કેમેરા આપવામાં આવે છે. આ સાથે ફ્રન્ટમાં વીડિયો કોલ અને સેલ્ફી માટે 2MPનો કેમેરા પણ આપવામાં આવે છે.

Itel A27માં રિયર માઉંટેડ ફિંગરપ્રિન્ટ સેંસર પણ આપવામાં આવે છે. તો બીજી તરફ આ ફોનમાં 4,000 mAhની બેટરી આપવામાં આવે છે, તમને જણાવી દઈએ કે JioPhone Nextને ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યો હતો. JioPhone Nextની  કિંમત 6499 રૂપિયા છે.

YC