11 હજાર ફૂટની ઊંચાઈ પર ભારતીય આર્મીનો જોશ જુવો સાહેબ, લોહી થીજી જાય એવી ઠંડીમાં માર્શલ આર્ટનો વિડીયો થયો વાઇરલ

0

શિયાળો ચાલી રહ્યો છે અને ઉત્તર ભારતમાં તો શીતલહેરનો પ્રકોપ છે. પહાડો પર બરફવર્ષા થઇ રહી છે અને થીજી જવાય એવી ઠંડી પડી રહી છે, ત્યારે ઉત્તરાખંડના ઔલીમાં 11 હજાર ફૂટની ઊંચાઈ પર ભારતીય-તિબેટ બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોનો એક વિડીયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે થીજવી નાખે તેવી ઠંડીમાં જવાનો માર્શલ આર્ટ્સ કરી રહયા છે. જવાનોએ પોતાના શરીર પાર એક પણ ગરમ કપડા નથી પહેર્યા અને શરીરના ઉપરના ભાગે તો કોઈ કપડા જ નથી પહેર્યા. અને આ અવસ્થામાં તેઓ આ કારનામાઓ કરી રહયા છે.

આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો કહે છે કે જવાનોના શરીર પર હવામાનની કોઈ અસર ન થઇ શકે કારણકે તેઓ દેશની રક્ષા માટે સરહદ પર તૈનાત છે.

જોવા જેવી વાત એ છે કે અત્યારે બરફવર્ષા થઇ રહી છે, આખા દેશમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં તો ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ છે ત્યારે આ જવાનોના આવા કારનામા લોકોને પ્રેરણા આપે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here