ભારતીય સેનાના જવાનોએ ગાયું બોર્ડર ફિલ્મનું આ ગીત, ત્યારે સાંભળનારાની આંખોમાંથી પણ ધડધડ વહેવા લાગી આંસુઓની ધારા, જુઓ વીડિયો

ભારતીય સેનાના જવાનો પ્રત્યે દેશના દરેક નાગરિકને માન અને સન્માન છે. કારણ કે જવાનો પોતાના જીવની ચિંતા કર્યા વગર સરહદ ઉપર રહીને આપણા સૌનું રક્ષણ કરતા હોય છે, સોશિયલ મીડિયામાં પણ સેનાના જવાનોના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે જે દિલ જીતી લેતા હોય છે. હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ગાવામાં આવેલા ગીતે લાખો ભારતીયોના દિલ જીતી લીધા અને આંખોમાં આંસુ પણ લાવી દીધા.

ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) જવાન વિક્રમજીત સિંહના અવાજનો જાદુ ભારતીયોના દિલ પર રાજ કરી રહ્યો છે. તેમના સિંગિંગનો વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે ક્ષણો બનવા જઈ રહી છે… એક મીટિંગ દરમિયાન હિમવીર ભાઈઓની વિનંતી પર ગીત ગાતા.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ITBPના 4 જવાન ઉભા છે, જેમાંથી એક પોતાના સુંદર અવાજમાં ‘એ જાતે હુએ લમ્હોં…’ ગીત ગાઈ રહ્યા છે. ગીત ગાતા સૈનિકનું નામ વિક્રમજીત સિંહ જણાવવામાં આવી રહ્યું છે, જે ITBPમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત છે. આટલા સુંદર અવાજમાં ગીત ગાતા આર્મીના જવાનનો વીડિયો ભાગ્યે જ જોવા મળે છે. જો કે આર્મીના પણ પોતાના બેન્ડ હોય છે, ગાયકો હોય છે, પરંતુ પહેલા તેમને ગાતા જોવા ભાગ્યે જ જોવા મળતા હતા, પરંતુ હવે સોશિયલ મીડિયાનો જમાનો છે, કંઈ પણ ઝડપથી વાયરલ થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર તેમનો આ ગીત ગાતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, સાથે જ ઘણા લોકોની આંખોમાંથી આ ગીત સાંભળીને આંસુ પણ આવી ગયા છે. ઘણા લોકોમાં આ ગીત સાંભળીને દેશભક્તિની ભાવના પણ જાગૃત થઇ ગઈ છે. કેટલાય લોકો કોમેન્ટમાં આ જવાનના અવાજના વખાણ કરતા થાકતા નથી.

Niraj Patel