ઇટલીના અમુક ગામ અહીં હંમેશાને માટે વસનારા લોકો માટે ફ્રી માં ઘર,નોકરી અને 10000 યુરો એટલે કે 8.17 લાખ રૂપિયા આપવાની પણ ઓફર આપી રહ્યા છે. તેઓની આ ઓફર ખાસ કરીને યુવા પરિવાર માટે છે. આ ગામ ઈચ્છે છે કે અહીં નવા લોકો આવીને વસવાટ કરે અને તેઓના સમુદાયનો હિસ્સો બને.

ઉત્તરી ઇટલીના પીડમાંડ ક્ષેત્રમાં લોકાના જિલ્લામાં આવા અનેક ગામ છે જે સૂના અને વિરાન પડેલા છે કેમ કે ત્યાંની જનસંખ્યા ખુબ ઓછી થઇ ગઈ છે અને જે લોકો વધ્યા છે તેઓ માત્ર વૃદ્ધ લોકો જ છે માટે તેઓ ઈચ્છે છે કે ગામમાં અમુક નવા અને યુવાન લોકો વસવાટ કરવા માટે આવે.

આ બધા ગામ મોટાભાગે સુંદર પહાડો પર સ્થિર છે અને ઇટલીના પ્રમુખ શહેર તુરિનથી 45 કિલોમીટરના અંતરે આવેલા છે.ગામમાં એક થી એક સુંદર બનાવટના મકાનો,ખુબ હરિયાળી અને લાંબા લાંબા ખેતરો ગામની શોભા વધારે છે.જો તમે માત્ર ગામની તસ્વીરો જોઈ લેશો તો પણ તેના પ્રત્યે મોહિત થઇ જાશો,એટલી સુંદરતા ભરેલી છે.

આ ગામમાં 1900 ની શરૂઆતમાં 7000 જેટલા લોકો રહેતા હતા પણ હવે અહીંની જનસંખ્યા માત્ર દોઢ હજાર જ બચી છે, કેમ કે લોકો મોટાભાગે નોકરીઓની શોધમાં તુરિન શહેર તરફ ચાલ્યા ગયા છે જેને લીધે આ ગામમાં વૃદ્ધોની સંખ્યા વધારે છે. દરેક વર્ષે 40 જેટલા લોકોની મૃત્યુ થાય છે અને માત્ર 10 જેટલા બાળકો જ એક વર્ષમાં જન્મ લે છે.

આ સિવાય ઇટલીના અન્ય ગામોમાં પણ ઓછી થઇ રહેલી જનસંખ્યાને લીધે વિસ્તારના લુપ્ત થાવાનું જોખમ વધી ગયું છે.માટે ઘણા ગામોમાં સસ્તામાં સંપત્તિ વહેંચવા કે લોકોને આકર્ષિત કરવાની યોજના શરૂ કરવામાં આવી રહી છે.આ ગામ ખુબ જ પ્રાચીન છે જેને વર્ષ 1185 ની આસપાસ વસાવવામાં આવ્યું હતું.

અહીંની ઇમારતો ને જોઈને લાગે છે કે એક જમાનામાં તે ખુબ જ ખાસ અને સમૃદ્ધ વિસ્તાર રહ્યો હશે.અહીંના મકાન પથ્થર અને લાકડાંથી બનેલા છે. મકાનની પાછળ સુંદર પહાડો પણ દેખાઈ આવે છે.અહીં એક હાઈડ્રો ઈલેક્ટ્રીસીટી પ્લાન્ટ પણ છે, જે પોતાની વીજળી ઇટલીના રાજ્યો અને ઇન્ડસ્ટ્રીઝને વહેંચે છે.

શરૂઆતમાં આ યોજના માત્ર તે લોકો માટે જ ખોલવામાં આવી હતી, જેઓ ઇટલીમાં જ રહી રહયા હોય પણ હવે આ યોજના દુનિયાભરના લોકો માટે ખોલવામાં આવી છે.બસ અહીં રહેવાની માત્ર એક જ શરત છે કે જે પણ નવા યુગલો અહીં રહેવા માટે આવે તેઓનું એક બાળક ચોક્કસ હોવું જોઈએ, આ સિવાય તેઓનું વેતન 6,000 યુરો એટલે કે 4.9 લાખ રૂપિયા હોવું જોઈએ.તેઓએ એ સંકલ્પ પણ કરવાનો રહેશે કે તેઓ આગળ પણ આ વિસ્તારમાં જ રહેશે.

અહીંના મેયર ગિવોની બ્રુનોનું કહેવું છે કે તે ઈચ્છે છે કે અમુક એવા લોકો અહીં આવે જે પોતાનો બિઝનેસ શરૂ કરવા માગતા હોય ખાસ કરીને અહીંની બંધ દુકાનો,બાર અને રેસ્ટોરેન્ટને ફરીથી શરૂ કરી શકે.ઇટલીમાં વિદેશીઓને પ્રોપર્ટી ખરીદવા માટે પણ કોઈ પ્રતિબંધ નથી પણ અહીંની પ્રોપર્ટી ખરીદવા માટેની પ્રક્રિયા અન્ય દેશોથી થોડી અલગ પ્રકારની છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks