ખબર

ઇટલીએ કર્યો કોરોનાની રસી બનાવવાનો દાવો, માનવ કોશિકામાંથી વાયરસને કર્યો ખતમ

કોરોના વાયરસનો ખતરો દુનિયાભરમાં તેજીથી ફેલાઈ રહ્યો છે ત્યારે દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોનાની રસી શોધવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આ બધા વચ્ચે હવે ઈટલીથી ખબર આવી છે કે તેમને કોરોના વાયરસની રસી શોધી લીધી છે. જે માનવ કોશિકાઓમાં રહેલા વાયરસને ખતમ કરી નાખે છે.

Image Source

ઇટલી દ્વારા કરવામાં આવેલો આ દાવો જો સાચો નીકળે છે તો સમગ્ર દુનિયા માટે આ ખુબ જ સારા સમાચાર છે. ઈટલીની ન્યુઝ એજન્સી એએએનએસએના જણાવ્યા અનુસાર રોમની સિન્ક્રમક બીમારીથી જોડાયેલી સ્પાલનજાની હોસ્પિટલમાં આ રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને ઉંદરમાં એન્ટી બોડીઝ તૈયાર કરવામાં આવ્યું છે. આનો પ્રયાયોગ પછીથી માણસો ઉપર કરવામાં આવ્યો અને તેને પોતાનો અસર દેખાડ્યો.

Image Source

વૈજ્ઞાનિકોએ પહેલા એક ઉંદર ઉપર આ રસીનું પ્રાઇક્ષાન કર્યું હતું, પહેલા ટીકા પછી જ ઉંદરની અંદર એક એન્ટી બોડીઝ તૈયાર થઇ ગયું જેને વાયરસની કોશિકાઓને સંક્રમિત થતા રોકી દીધું.  આવી જ રીતે પાંચ અલગ અલગ પ્રકારની રાશિથી બહુ જ બધા એન્ટી બોડીઝ તૈયાર થયા, જેમાંથી સૌથી શ્રેષ્ઠ પરિણામ આપવા વવલા બે એન્ટી બોડીઝ વૈજ્ઞાનિકોએ પસંદ કર્યા.

રોમન લજારો સ્પાલનજાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ફેક્શન ડીઝીઝ ના સિધકર્તાઓએ જણાવ્યું હતું કે “જયારે આ રસીનો ઉપયોગ માણસો ઉપર કરવામાં આવ્યો ત્યારે જોવા મળ્યું કે આની અંદર કોશિકાઓમાં રહેલો વાયરસ ખતમ કરી દે છે.”

Image Source

જો આ રસની સફળ પરીક્ષણ થઇ જાય ચેહ તો દુનિયા માટે આ ખુબ જ સારા સમાચાર છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો આ વાયરસ સામે રક્ષણ મેળવવા માટે રસીની શોધ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમને કોઈ શ્રેષ્ટ વિકલ્પ મળ્યો નથી ત્યારે ઇટલીથી આવેલા આ સમાચાર એક આશા ચોક્કસ દર્શાવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.