મુંબઇ આવી રહેલી ફ્લાઇટમાં નશામાં ધૂત મહિલાએ ઉતાર્યા પોતાના કપડા, ક્રૂ મેમ્બરને માર્યો મુક્કો, આખરે ઝડપાઇ

એર હોસ્ટેસના ચહેરા પર મુક્કો માર્યો-થૂંક્યુ, બેશરમ બનીને ઉતાર્યા કપડા, જોવા વાળાએ આંખો બંધ કરી દીધી જુઓ

છેલ્લા ઘણા સમયથી ફ્લાઇટમાં બનતા અનેક બનાવો સામે આવી રહ્યા છે. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં થોડા સમય પહેલા જ એક વ્યક્તિએ મહિલા પર કથિત રીતે પેશાબ કરવાનો મામલો સામે આવ્યો હતો, જે બાદ કેટલાક મારપીટના પણ મામલા સામે આવ્યા. ત્યારે હાલમાં વધુ એક મામલો સામે આવ્યો છે. અબુધાબીથી મુંબઈ આવી રહેલી એર વિસ્તારાની ફ્લાઈટમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.

તસવીર સૌજન્ય : લલ્લનટોપ

ઈટાલીની એક મહિલાએ પહેલા ફ્લાઈટના ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને પછી તેની સાથે મારપીટ પણ કરી હતી. આટલું જ નહીં, તે મહિલાએ તેના કપડાં પણ ઉતારી દીધા હતા અને તે જ અવસ્થામાં તે કોરિડોરમાં ફરવા લાગી. પ્રાપ્ત જાણકારી અનુસાર મહિલા ઈકોનોમી ક્લાસની ટિકિટ લઈને ફ્લાઈટમાં ચઢી હતી પરંતુ તેણે બિઝનેસ ક્લાસમાં બેસવાનો આગ્રહ કર્યો હતો. જ્યારે કેબિન ક્રૂએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે હંગામો મચાવ્યો અને ક્રૂ સાથે ઝઘડો કર્યો.

પ્રતિકાત્મક તસવીર

પોલીસે 45 વર્ષીય પાઓલા પેરુસિયો (Paola Peruccio) નામની મહિલાની ધરપકડ કરી છે, જે ઈટાલીની રહેવાસી છે. પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 30 જાન્યુઆરી, 2023ના રોજ અબુ ધાબીથી મુંબઈ જતી વિસ્તારાની ફ્લાઈટ UK 256માં એક પેસેન્જર બેફામ બની ગઇ હતી. તેને ફ્લાઈટના કેપ્ટન દ્વારા ચેતવણી આપી અને તેને રોકવાનો પ્રયાસ કર્યો.

પ્રતિકાત્મક તસવીર

વિસ્તારાએ કહ્યું, “આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. ક્રૂએ આ મામલાને ખૂબ જ પ્રોફેશનલી રીતે હેન્ડલ કર્યો. ઘટનાની માહિતી પોલીસને પણ આપવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી કરી મહિલા મુસાફરની ધરપકડ કરી હતી. ANI અનુસાર, મુંબઈ પોલીસે મહિલા વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી લીધી છે. જે બાદ કોર્ટે તેને જામીન આપ્યા હતા.

Shah Jina