BREAKING: કોરોના મહામારીમાં મજૂરોના મસીહા બનેલ સોનુ સૂદના ઘરે અને ઓફિસમાં આયકર વિભાગની છાપેમારી

કોરોના મહામારીના કાળમાં મજૂરોના મસીહા બનેલ અભિનેતા સોનુ સૂદના મુંબઇમાં હાજર છ પરિસરોમાં આયકર વિભાગના અધિકારી તપાસ કરી રહ્યા છે. કેટલાક દિવસ પહેલા જ સોનુ સૂદને દિલ્લી સરકારે સ્કૂલી બાળકો માટે શરૂ કરેલ મેંટરશિપ કાર્યક્રમનો બ્રાંડ એમ્બેસેડર બનાવ્યો હતો. છેલ્લા  દિવસોમાં ચર્ચા હતી કે, સોનુ સૂદ આમ આદમી પાર્ટી સાથે જોડાવાના છે. જો કે, એક નિવેદનમાં તેમણે આ બધી અટકળોને  ખારિજ કરી દીધી હતી. જો કે, આ દરમિયાન અભિનેતાએ દિલ્લી સરકારના કામોની ખૂબ પ્રશંસા કરી હતી.

અભિનેતાના ઘરે આયકર વિભાગે આજે સર્વે કર્યો. આયકર વિભાગની ટીમ સવારે સોનુ સૂદના  ઘરે પહોંચી હતી. એબીપીના સૂત્રો અનુસાર આઇટી વિભાગે સોનુ સાથે જોડાયેલ છ જગ્યા પર સર્વે કર્યો. જો કે, કોઇ પણ દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા નથી. જણાવી દઇએ કે, આયકર અધિનિયમ, 1961ની ધારા 133એના પ્રાવધાન અંતર્ગત સર્વે અભિયાનમાં આયકર અધિકારી માત્ર વ્યવસાયિક પરિસરો અને તેના સાથે જોડાયેલ પરિસરોમાં અવલોકન કરે છે. જો કે, અધિકારી દસ્તાવેજ જપ્ત કરી શકે છે.

વર્ષ 2020માં શરૂ થયેલી ખતરનાક બીમારી કોરોનાને કારણે લાગેલ લોકડાઉન વચ્ચે સોનુ સૂદે ઘણા પ્રવાસી મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડવા મદદ કરી હતી. તે  સમયથી તેમની મદદનો સિલસિલો આજ સુધી જારી છે. સોશિયલ મીડિયા પર લોકો સોનુ સૂદની મદદ માંગે છે અને અભિનેતા તેમને તાત્કાલિક મદદ પહોંચાડે પણ છે.

Shah Jina