સ્ટીલ કંપનીમાં IT વિભાગના દરોડા, 200 કે 300 નહિ પણ આટલા કરોડની બેનામી સંપત્તિ જપ્ત, 58 કરોડ રોકડા અને 32 કિલો સોનુ જપ્ત

દેશમાં આજે ઘણા વેપારીઓ કે નેતાઓના ઘરે  ED વિભાગ દરોડા પાડી રહ્યુ છે. જેમાં ઘણા  લોકોના નિવાસસ્થાનેથી ઘણી બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવી રહી છે, એવામાં હવે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પણ પોતાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે બંગાળ બાદ હવે મહારાષ્ટ્રમાં આયકર વિભાગે તપાસ શરૂ કરી છે.

ગત દિવસોમાં આયકર વિભાગે સ્ટીલ, કપડા વ્યાપારી અને રિયલ એસ્ટેટ ડેવલપરના આવાસો પર દરોડા પાડ્યા હતા, જેમાં આશરે 390 કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. જેમાં 58 કરોડ રોકડ રકમ, 32 કિલો સોનુ-હીરા મોતી અને અન્ય પ્રોપર્ટી સામેલ છે. આ તપાસ 1થી લઈને 8 ઓગસ્ટ સુધી ચાલી હતી અને રોકડ રકમ ગણવામાં 13 કલાક જેટલો સમય લાગ્યો હતો.

આ તપાસ નાસિક બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. મળેલી જાણકારીના આધારે રાજ્યભરના 260 અધિકારીઓ અને કર્મચારીઓ આ તપાસમાં જોડાયા હતા. આયકર વિભાગે કર્મચારીઓને પાંચ વિભાગમાં વિભાજીત કર્યા હતા અને દરોડામાં 120થી પણ વધારે ગાડીઓનો ઉપિયોગ કરવામાં આવ્યો હતો. કપડાં અને સ્ટીલ કારોબારીના ઘરેથી મળેલા નોટોના બડલ્સ જલાના સ્થાનીય સ્ટેટ બેન્કની બ્રાન્ચમાં જઈને ગણવામાં આવ્યા હતા. સવારે 11 વાગ્યાથી નોટ ગણવાનું કામ રાતના 1 વાગ્યા સુધી ચાલ્યું હતું.

મીડિયા રિપોર્ટના આધારે પોલીસને સૂચના મળી હતી કે જાલનાના ચાર સ્ટીલ કંપનીના વ્યવહારમાં અનિયમિતતાઓ છે, જેના બાદ આયકર વિભાગે દરોડા પાડયા હતા. આઈટીની ટીમે ઘર અને કારખાનાઓમાં છાપામારી કરી હતી. જો કે તેઓના ઘરેથી કંઇ ન મળ્યું પણ શહેરની બહાર ફાર્મહાઉસમાં રોકડ રકમ અને સોના હીરા મોતી સહીત અન્ય સંપત્તિના દસ્તાવેજો મળ્યા હતા.

Krishna Patel