ખબર

‘કલ્કી ભગવાન’ને ત્યાં IT વિભાગના દરોડામાં 500 કરોડની સંપત્તિ જપ્ત કરી અને પછી જે થયું તે…

આંધ્ર પ્રદેશના ચિતુરમાં રહેતા અને પોતાને વિષ્ણુનો અવતાર ગણાવતા ‘કલ્કિ ભગવાન’ના આશ્રમમાં આયકર વિભાગે રેડ કરી હતી. રેડ દરમિયાન અધધ સંપત્તિ મળતા અધિકારીઓની આંખ ખુલ્લી રહી ગઈ હતી. આયકર વિભાગે કલ્કિ ભગવાન અને તેના પુત્ર કૃષ્ણાના આંધ્રપ્રદેશ અને તમિલનાડુના 40 જગ્યાઓ પર રેડ કરી હતી. આ રેડ દરમિયાન આયકર વિભાગે કરોડો રૂપિયા જપ્ત કર્યા હતા. આ આઇટી રેડ એક સાથે ચેન્નાઈ, બેંગ્લોર, હૈદરાબાદ અને ચિતુરમાં કરવામાં આવી હતી.

આ કથિત બાબાએ તેની કરિયરની શરૂઆત એક લાઈફ ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે કરી હતી. આ કથિત બાબા ખુદને ભગવાન વિષ્ણુનો 10મોં અવતાર બતાવે છે. જયારે આયકર વિભાગ દ્વારા બેંગ્લોરના આશ્રમમાં રેડ કરવામાં આવી ત્યારે 93 કરોડ રૂપિયા તો ફક્ત કેશ જ મળ્યા હતા, આ સિવાય બીજા આશ્રમમાં રેડ કરતા 409 કરોડની અધધ સંપત્તિનો પણ ઘટસ્ફોટક થયો હતો.

Image Source

આ કથિત ધર્મગુરૃએ આવકવેરામાં અનિયમિતતા દાખવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, આવકવેરા વિભાગે 18 કરોડ યુએસ ડોલર, 88 કિલો સોનુ જેની કીંમત 26 કરોડ, 1271 હીરા જેની કીંમત 5 કરોડ રૂપિયા છે. જો કથીત ધર્મગુરુની અઘોષિત સંપત્તિની વાત કરવામાં આવે તો આ આંકડો 500 કરોડને વટાવી ચુકે છે.

એલઆઇસીમાં કલાર્ક તરીકે કરનાર કથિત કલ્કિ ગુરુ વિજયકુમારે 1980માં દિયા જીવાશ્રમનામની એક ઇન્સ્ટિટ્યૂટ ખોલી હતી. આ સિવાય તેને એક યુનિવર્સીટી પણ ખોલી હતી. 1990 સુધીમાં તેને ખુદ ભગવાન વિષ્ણુનો 10મોં અવતાર ઘોષિત કરી દેતા તેની પ્રસિદ્ધિ વધી ગઈ હતી.

Image Source

કલ્કિ ભગવાને તેને અને તેના પત્ની પદ્માવતિને દેવ સ્વરૂપ કહ્યું હતું. અહીં આશ્રમમાં દેશના ધનિક લોકો સિવાય વિદેશી લોકો અને એનઆરઆઈ લોકોની લાઈન લાગતી હતી. કલ્કિ ભગવાનના સાધારણ દર્શન માટે 5 હજાર અને વિશેષ દર્શન માટે 25 હજાર રૂપિયા ચૂકવવા પડતા હતા.

આવકવેરા વિભાગની તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે, કલ્કિ ભગવાને દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ રોકાણ કર્યું છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.