મનોરંજન

અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુના ઘરે પડેલી ઇન્કમટેક્સની રેડમાં મળી કરોડો રૂપિયાની ગડબડી, જાણો આઇટીએ શું કહ્યું

છેલ્લા થોડા દિવસ પહેલા જ ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ અને બૉલીવુડ અભિનેત્રી તાપસી પન્નુના તેમજ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અન્ય લોકોના ઘરે ઇન્કમ ટેક્સની રેડ પાડવામાં આવી હતી, હવે આ રેડમાં મહત્વના ખુલાસાઓ સામે આવી રહ્યા છે.

Image Source

આયકર વિભાગ દ્વારા જે રેડ કરવામાં આવી હતી તેમાં ત્યારસુધી 350 કરોડ રૂપિયાની ટેક્સ ગડબડીની વાત સામે આવી રહી છે. આયકર વિભાગના અધિકારી સુરભી આહલુવાલિયા તરફથી જાણકારી આપવામાં આવી રહી છે.

Image Source

આયકર વિભાગના જણાવ્યા અનુસાર ત્રણ માર્ચના રોજ 2 મોટી ફિલ્મ પ્રોડક્શન કંપનીઓ અને એક મોટી અભિનેત્રી (તાપસી પન્નુ) અને બે ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ ઉપર આયકર વિભાગની રેડ થઇ હતી.

Image Source

આયકર વિભાગની છાપામારીમાં મુંબઈ, પુણે, દિલ્હી અને હૈદરાબાદમાં છાપામારી કરવામાં આવી હતી અને ઘર તથા ઓફિસો મળીને કુલ 28 જગ્યાઓ ઉપર છાપામારી કરી હતી. આયકર વિભાગના જણાવ્યા અનુસાર છાપામારીમાં આ પ્રોડક્શન હાઉસની કામની અને શેયરમાં મોટા પ્રમાણમાં હેરાફેરીની સાબિતીઓ મળી છે.

Image Source

અત્યાર સુધી આ છાપામારીમાં 350 કરોડ રૂપિયાના ટેક્સ ગડબડીની ખબર પડી છે. છાપામારી દરમિયાન જયારે પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા લોકોની પુછપરછ કરવામાં આવી તો 350 કરોડ રૂપિયા વિશે કોઈપણ સંતોષકારક જવાબ ના આપી શક્યું.

Image Source

આયકર વિભાગને અભિનેત્રી તાપસી પન્નુના નામ ઉપર 5 કરોડ રૂપિયાની રોકડ પાવતી મળી આવી છે. જેના વિશેની તપાસ ચાલી રહી છે. આ બધા ઉપરાંત 20 કરોડની ટેક્સ ગડબડીની બીજી પણ સાબિતીઓ મળી આવી છે.

2 ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ (ફેન્ટમ અને ક્વાન)થી મોટી રકમનો ડીઝીટલ ડેટા ઇમેઇલ, વોટ્સપ ચેટ અને હાર્ડ ડિસ્કના રૂપમાં સીલ કરવામાં આવ્યો છે. આયકર વિભાગને છાપામારી દરમિયાન 7 બેન્ક લોકર્સની પણ ખબર પડી છે. જેને હાલમાં સીલ કરી દેવામાં આવ્યા છે અને આ મામલામાં સર્ચ ઓપરેશન અને તપાસ ચાલુ છે.