મનોરંજન

ફિલ્મમેકર અનુરાગ કશ્યપ, અભિનેત્રી તાપસી પન્નુના ઘરે ઇનકમ ટેક્સ વિભાગની ટીમના દરોડા

બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ, વિકાસ બહલ, એક્ટ્રેસ તાપસી પન્નુ તથા વિકાસ બહલનાં ઘરે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગે મુંબઈ તથા પુણેમાં 22 જગ્યાએ દરોડા પાડ્યા છે.

Image Source

ફેંટમ ફિલ્મ્સના ડાયરેક્ટર્સ અને તેમના એક્ટર્સના ત્યાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની રેડ ચાલી રહી છે. આ મામલો ટેક્સ ઇવેશનનો કહેવામાં આવી રહ્યો છે.

તાપસી પન્નૂ, અનુરાગ કશ્યપ અને વિકાસ બહલના ઘરે અને ઓફિસમાં રેડ પાડવામાં આવી છે. અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે ત્યાંથી કશું મળી આવ્યું કે નહી.

Image Source

તમને જણાવી દઇએ કે, ફેંટમ ફિલ્મ્સ એક પ્રાઇવેટ એન્ટરટેનમેંટ કંપની છે, જેની સ્થાપના 2010માં થઇ હતી. આ કંપનીના ફાઉન્ડર છે અનુરાગ કશ્યપ, વિક્રમા આદિત્ય મોટવાને, વિકાસ બહલ અને મધુ મંટેના. આ કંપની ફિલ્મ પ્રોડ્કશન અને ડિસ્ટ્રીબ્યૂશનનું કામ કરે છે.

Image Source

માર્ચ 2015માં રિલાયન્સ એન્ટરટેનમેન્ટે તેમાં 50 ટકા ભાગીદારી ખરીદી લીધી હતી. ત્યારબાદ 2018 માં વિકાસ બહલને આ કંપનીમાંથી છૂટા કરવામાં આવ્યા. પછી આ પ્રોડક્શન હાઉસ બંધ થઇ ગયું.

Image Source

નોંધનીય છે કે, અનુરાગ કશ્યપ પર બોલિવૂડ અભિનેત્રી પાયલ ઘોષે યૌનશોષણનો આક્ષેપ કરીને પોલીસ ફરિયાદ કરી હતી. મુંબઈ પોલીસે અનુરાગની પૂછપરછ પણ કરી હતી. અનુરાગે પોતાની પર કરવામાં આવેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

Image Source

તાપસી પન્નુના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે 2020માં અનુભવ સિંહાની ફિલ્મ ‘થપ્પડ’માં જોવા મળી હતી. તાપસી પન્નુ ‘લૂપ લપેટા’, ‘રશ્મિ રોકેટ’, ‘હસીન દિલરૂબા’, ‘શાબાશ મિઠ્ઠુ’ જેવી ફિલ્મમાં જોવા મળશે. હાલમાં જ ‘સ્કેમ 1992’ ફેમ પ્રતીક ગાંધી સાથે તાપસી પન્નુ ‘વો લડકી હૈ કહાં’માં જોવા મળશે.તાપસી ફિલ્મ ‘દોબારા’માં પણ કામ કરી રહી છે.

Image Source

તમને જણાવી દઇએ કે, અનુરાગ દશ્યપ અને તાપસી બંને ઘણીવાર રાષ્ટ્રીય મુદ્દા પર તેમનો વિચાર રાખતા હોય છે.