ગુજરાત આપના નેતાએ શેર કરી દિલ્હીની સરકારી શાળાઓની તસવીરો, કહ્યું, “શંકા હોય તો પોતે જાતે જોઈ આવે એવી વિનંતી !’ જુઓ કેવી છે શાળાઓ

હાલ શિક્ષણના મુદ્દાને લઈને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા અને ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને લઈને ધમાસાણ ચાલી રહ્યું છે, ત્યારે આ બધા વચ્ચે જ મનીષ સીસોદીયા હાલ ગુજરાતના પ્રવાસે છે અને તેમને ગુજરાતની શાળાની મુલાકાત લઈને સરકાર અને જીતુ વાઘાણી ઉપર શબ્દોના વાર પણ કર્યા છે.

આ ઉપરાંત આપ નેતા ઈસુદાન ગઢવીએ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક ઉપર દિલ્હીની સરકારી સ્કૂલોની  ઘણીબધી તસવીરો પણ શેર કરી છે,  અને આ તસવીરો  શેર કરવાની સાથે તેમને એક ધારદાર કેપશન પણ લખ્યું છે. ઈસુદાન ગઢવીએ તેમના એકાઉન્ટમાં એક બે નહિ પરંતુ 20 તસવીરો પોસ્ટ કરી છે.

આ સાથે જ તેમને  કેપશનમાં લખ્યું છે, “આ દિલ્લીની સરકારી સ્કૂલ છે ! શંકા હોય તો પોતે જાતે જોઈ આવે એવી વિનંતી ! ગુજરાતમાં આવી સ્કૂલ હોવી જોઈએ કે નહીં !???” ત્યારે ઘણા બધા લોકો તેમની આ તસવીરો ઉપર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપતા જોવા મળી રહ્યા છે.

આજે સવારે 8 વાગે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સોસોદીયા અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા, જેના બાદ તેઓ રોડ માર્ગે ભાવનગર જવા માટે રવાના થયા હતા. તેમની સાથે પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી ઉપરાંત આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા પણ ભાવનાગર પહોંચ્યા હતા. જ્યાં તેમને સરકારી શાળાની મુલાકાત લીધી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર મળી રહેલી માહિતી પ્રમાણે મનીષ સીસોદીયાએ ભાવનગરના હાદાનગર શાળા નં 62ની મુલાકાત લીધી હતી. જેના બાદ તેમને જણાવ્યું હતું કે “રાજ્યના શિક્ષણ મંત્રીના વિસ્તારની શાળાની મુલાકાત લીધી. મને એવું હતું કે, શિક્ષણ મંત્રીના વિસ્તારની શાળા સારી હશે. પરંતુ મેં અંદર જોયું તો તૂટેલી દીવાલો વાળી આ શાળા છે.  આ શાળાની છત ગમે ત્યારે તૂટી શકે છે.”

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પસંદ નથી તેઓએ ગુજરાત છોડી જવુ જોઈએ !” જેના બાદ રાજકારણ પણ ખુબ જ ગરમાયુ હતું, આમ આદમી પાર્ટી દ્વારા તેમના આ નિવેદનને લઈને ઘણો જ વિરોધ પણ કરવામાં આવ્યો હતો.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમની સરકાર દેશના કલ્યાણ માટે રાજકીય વિચારધારાઓને બાયપાસ કરીને શિક્ષણ અને આરોગ્ય માળખાને સુધારવામાં મદદ કરવા માટે અન્ય રાજ્યોની સરકારો સાથે સહયોગ કરવા તૈયાર છે. કેજરીવાલે ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીની સરકારી શાળાઓમાં 12,430 વર્ગખંડોના ઉદ્ઘાટન પ્રસંગે આ વાત કહી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, હું આજે ઓફર કરી રહ્યો છું. જો ભારતીય જનતા પાર્ટી (BJP) કે કોંગ્રેસની આગેવાની હેઠળની કોઈપણ રાજ્ય સરકાર તેના શિક્ષણ માળખામાં સુધારો કરવા માંગે છે, તો અમે તે શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાને લોન તરીકે આપવા તૈયાર છીએ.

તેમણે કહ્યું, “તેમજ, જો કોઈ રાજ્ય સરકાર મોહલ્લા ક્લિનિક, સરકારી હોસ્પિટલો સાધનો સાથે બનાવવા માંગે છે, તો અમે તેને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને લોન તરીકે આપવા માટે તૈયાર છીએ.” કેજરીવાલનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમની પાર્ટી આ પંજાબ જેવા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી લડી રહી હતી.

તેમણે કહ્યું કે અમે દરેક રાજ્યમાં ચૂંટણી લડતા નથી. અમે ઈચ્છીએ છીએ કે દેશ આગળ વધે અને અમે રાજ્ય સરકારોને મદદ કરવા તૈયાર છીએ. અમે ભ્રષ્ટાચાર ખતમ કરવા ઈચ્છીએ છીએ. આમ આદમી પાર્ટી (AAP) ના ભૂતપૂર્વ નેતા કુમાર વિશ્વાસે પંજાબમાં અલગતાવાદીઓને ટેકો આપવાનો આરોપ લગાવ્યા બાદ કેજરીવાલ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા આક્રમણ હેઠળ આવ્યા છે. કેજરીવાલે કુમાર વિશ્વાસના આરોપોને હાસ્યાસ્પદ ગણાવ્યા છે.

તેમના પર લાગેલા આરોપો વિશે વાત કરતા, દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ શિક્ષણ પ્રણાલી અને હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે કામ કરી રહ્યા છે. કેજરીવાલે કહ્યું, જેને તેઓ આતંકવાદી કહી રહ્યા છે, આજે તેઓએ 12,430 સ્માર્ટ ક્લાસરૂમ દેશને સમર્પિત કર્યા છે. અહીં હવે અમીર-ગરીબના બાળકો સાથે બેસીને ભણશે. તેઓ જેમને આતંકવાદી ગણાવી રહ્યા છે તેઓ બાબાસાહેબ અને ભગતસિંહના સપનાને સાકાર કરી રહ્યા છે.

કેજરીવાલે આરોપ લગાવ્યો કે રાજકારણીઓ શાળાઓથી ડરે છે. “આ શાળાઓમાં મૂળભૂત દેશભક્તોને તૈયાર કરવામાં આવે છે. પાંચ-દસ વર્ષ પછી જ્યારે તેઓ મતદાન કરશે ત્યારે તેઓ જાતિ કે ધર્મના આધારે નહીં પરંતુ દેશની પ્રગતિ માટે મતદાન કરશે. હું ઈન્કલાબ ઝિંદાબાદ, શિક્ષણ ક્રાંતિ ઝિંદાબાદનો નારા આપી રહ્યો છું.

મુખ્યમંત્રીએ દાવો કર્યો કે છેલ્લા સાત વર્ષમાં દિલ્હી સરકારે 20,000 વર્ગખંડોનું નિર્માણ કર્યું છે, જે આ સમયગાળા દરમિયાન તમામ રાજ્ય અને કેન્દ્ર સરકારો દ્વારા બાંધવામાં આવેલા વર્ગખંડોની સંખ્યા કરતાં વધુ છે.

કેજરીવાલે અગાઉ દાવો કર્યો હતો કે તમામ ભ્રષ્ટ લોકો આમ આદમી પાર્ટી (AAP) સામે એક થયા છે, તેમણે ઉમેર્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીની શાળાઓમાં 12,430 આધુનિક વર્ગખંડોનું ઉદ્ઘાટન આવા લોકોને યોગ્ય જવાબ આપશે.

હિન્દીમાં એક ટ્વિટમાં કેજરીવાલે કહ્યું કે દેશ આ ભ્રષ્ટાચારીઓ સામે ઝૂકશે નહીં અને આગળ વધશે. મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું કે, દેશના તમામ ભ્રષ્ટાચારીઓ અમારી વિરુદ્ધ એકઠા થયા છે. આજે અમે 12,430 અત્યાધુનિક વર્ગખંડો શરૂ કરીને દિલ્હીની શાળાઓને યોગ્ય જવાબ આપીશું. આ ભ્રષ્ટાચારીઓ સામે આ દેશ ઝૂકશે નહીં. હવે દેશે નિર્ણય લીધો છે. હવે દેશ આગળ વધશે. બાબાસાહેબ અને ભગતસિંહના સપના સાકાર થશે.

દિલ્હીની સરકારી શાળાઓમાં ‘હોબી હબ’ ખોલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત બાળકોના શોખને વિશેષ મહત્વ આપીને તેમને અભ્યાસની સાથે તેમની રુચિઓ પર કામ કરવાનો મોકો મળશે.

આ કાર્ય માટે શાળાઓમાં ‘હોબી હબ’ ખોલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત વિદ્યાર્થીઓને નૃત્ય, સંગીત, થિયેટર, લલિત કળા, હસ્તકલા જેવા અનેક ક્ષેત્રોમાં તેમની રુચિ અનુસાર તાલીમ આપવામાં આવશે. આ માટે દિલ્હી સરકાર સંબંધિત વિસ્તારોની ખાનગી સંસ્થાઓને પણ સાથે જોડશે.

ખાનગી સંસ્થાઓને શાળાઓના આ ‘હોબી હબ’ સાથે જોડવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. દિલ્હીમાં સરકારી શાળાઓના ‘હોબી હબ્સ’ માટે અરજી કરવા માગતી કોઈપણ સંસ્થાઓ ઓનલાઈન અરજી કરી શકે છે. આ ખાનગી સંસ્થાઓ નૃત્ય, થિયેટર, સંગીત, કળા, તકનીકી, સાહિત્યિક કૌશલ્ય વગેરે જેવા કોઈપણ ક્ષેત્રની હોઈ શકે છે.

એકવાર ખાનગી સંસ્થાઓની પસંદગી થઈ જાય પછી, શાળાઓ માટેની પ્રવૃત્તિઓ શિક્ષણ નિયામક દ્વારા નક્કી કરવામાં આવશે. જે ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ શાળામાં રસ દાખવે છે તે જ તે શાળા માટે પસંદ કરવામાં આવશે.

શાળાઓએ તેમના વિદ્યાર્થીઓ માટે 8 એપ્રિલ સુધીમાં પ્રવૃત્તિઓ પસંદ કરવાની રહેશે. આ માટે, તેઓએ શિક્ષણ નિયામક દ્વારા જારી કરાયેલ લિંકની મુલાકાત લઈને શાળા ID દ્વારા લોગિન કરવાનું રહેશે. અહીં તેઓ પ્રવૃત્તિઓ પસંદ કરશે અને આ કાર્ય છેલ્લી તારીખ પહેલા પૂર્ણ કરવાનું રહેશે.

દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણમંત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે બંનેમાંથી કયા રાજ્યની શિક્ષણ વ્યવસ્થા મજબૂત છે તે અંગે ચર્ચા કરવાનો પડકાર મનીષ સિસોદિયાએ ફેંક્યો હતો. ગુજરાત ભાજપે દિલ્હીના શાળાઓ વિરુદ્ધ દિલ્હીના મુખ્યમંત્રી સામે ઉઠાવ્યા હતા, જેના જવાબમાં મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને જિતુ વાઘાણીને ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો.

Niraj Patel