ચંદ્રયાન 2: કોણે કહ્યું મિશન 98% સફળ રહ્યું? ISRO કે. સિવને કર્યો ચોંકાવનારો ખુલાસો

0

ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોના વડા ડો. કે. સિવને કહ્યું કે મેં ચંદ્રયાન-2 ની 98% સફળતા જાહેર મેં કરી નથી. આ રાષ્ટ્રીય કક્ષાની સમિતિએ કહ્યું હતું કે જે આખા મિશનની સમીક્ષા કરી રહી છે. કે સિવને કહ્યું કે 98% સફળતાનો દાવો હાર્ડ લેન્ડિંગની તપાસ કરતી પેનલ દ્વારા પ્રારંભિક તપાસ બાદ કરવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું કે પેનલે તેના પ્રારંભિક વિશ્લેષણમાં સફળતાનો આ દર જણાવ્યો હતો. મિશન દરમિયાન પહેલેથી નક્કી તમામ પૂર્વ-નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવાની સફળતા પર વિચાર કર્યા બાદ આ આંકડો આપવામાં આવ્યો.

Image Source

ડો. કે. સિવને કહ્યું કે હું પણ માનું છું કે આ મિશન 98% સફળ રહ્યું છે. કારણ કે અમે પહેલી વાર વખત જિઓસ્ટેશનરી સેટેલાઇટ ઓર્બિટમાં 4 ટનથી વધુ વજનવાળા સેટેલાઇટ મૂક્યું. અમે પહેલી વાર બે ઉપગ્રહો – લેન્ડર અને ઓર્બિટર એક સાથે ચંદ્રની કક્ષામાં પહોંચાડ્યા. લેન્ડિંગ પહેલા વિક્રમની બધી સબ સિસ્ટમ્સ યોગ્ય રીતે કાર્યરત હતી.

ડો. કે. સિવને કહ્યું કે 7 સપ્ટેમ્બરની રાતે જ્યારે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે ગયો અને તેમને જણાવ્યું કે વિક્રમ લેન્ડરની લેન્ડિંગમાં ગડબડ થઇ ગઈ છે. અમારો તેની સાથે સંપર્ક તૂટી ગયો છે, ત્યારે મોદીએ કહ્યું કે તમે ચિંતા ન કરો. બધું ઠીક થઈ જશે પછી બીજા દિવસે સવારે તે આવ્યા, અમારી આખી ટીમનું સંબોધન કર્યું, પ્રોત્સાહન આપ્યું.

Image Source

સમિતિ 7 સપ્ટેમ્બરના રોજ વિક્રમ સાથેનો કંટ્રોલરૂમનો સંપર્ક તૂટી જવાના કારણો શોધી રહી છે. આ ટીમમાં શિક્ષણવિદો અને ઇસરોના નિષ્ણાતો છે. તે આગામી કેટલાક દિવસોમાં પીએમઓને અહેવાલ મોકલશે કારણ કે વડા પ્રધાન આ ડિપાર્ટમેન્ટના ચીફ છે. તેમના સૂચન પર, તેઓ તેમની આગળની કાર્યવાહીનો એક્શન નક્કી કરશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here