મનોરંજન

ઇઝરાયલે આપી સુશાંતને શ્રદ્ધાંજલિ, જાણૉ- શું છે સુશાંત અને ઇઝરાયલનું કનેકશન

સુશાંત સિંહ સિંહ રાજપૂતે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. સુશાંત સિંહના કારણે તેના ફેન્સથી લઈને બોલીવુડ સેલિબ્રિટી સુધી બધા જ લક હેરાન છે. 34 વર્ષની ઉંમરે સુશાંતએ આ પગલું ભરી લેતા લોકો અચરજમાં મુકાઈ ગયા હતા. સુશાંતના આત્મ હત્યાનું દુઃખ ભારત સહીત આખી દુનિયામાં છે. વિદેશની યુનિવર્સીટીઓ તેને યાદ કરી રહી છે. આ મામલે હવે ઇઝરાયલ પણ શામેલ થયું છે.

 

View this post on Instagram

 

A post shared by Sharmila Maiti Official (@sharmilashowhouse) on

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ઈઝરાયલથી તેના માટે ખાસ સંદેશો આવ્યો છે. આ સંદેશમાં ઈઝરાયલે સુશાંતને પોતાનો સાચો મિત્ર ગણાવ્યો છે. ઈઝરાયલના વિદેશ મંત્રાલયના જનરલ અને ડેપ્યુટી ડાયરેક્ટર ગિલેડ કોહેને એક્ટરની યાદમાં એક ખાસ મેસેજ શેર કર્યો છે. તેને ટ્વીટ કરીને લખ્યું હતું કે, હું સુશાંત સિંહ રાજપૂતના નિધન પર સંવેદના વ્યક્ત કરું છું. તે ઈઝરાયલનો સાચો મિત્ર હતો. તારી બહુ યાદ આવશે. આ સાથે જ તેઓએ સુશાંતના ઈઝરાયલ પ્રવાસનો એક વીડિયો પણ શેર કર્યો હતો.

હવે સુશાંત સિંહ રાજપૂતે પોતાની ફિલ્મ ડ્રાઈવનું એક સોન્ગ ઈઝરાયલમાં શૂટ કર્યું હતું. મખના સોન્ગ સમયે ડ્રાઈવની કાસ્ટ ઈઝરાયલમાં હાજર હતી. તે ગીતની લિંક પણ ઈઝરાયલે ટ્વીટમાં શેર કરી હતી. આ ટ્વીટ હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by The Filmy Reporter ™ (@thefilmyreporter) on

એ સુશાંત સિંહ રાજપૂતની એક ફિલ્મ ‘ડ્રાઇવ’ છે. આમાં તે જેક્લીન ફર્નાન્ડિઝ સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મ ઘણા પ્રયત્નો બાદ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સુશાંત અને આખી ટીમ ઇઝરાઇલ ગઈ હતી. ફિલ્મના ગીત મખનાનું શૂટિંગ ઇઝરાઇલમાં કરવામાં આવ્યું છે. ઇઝરાઇલમાં આખી કાસ્ટ હાજર હતી. ગિલાડ કોહેને પોતાની ટ્વિટમાં આ ગીતની એક લિંક શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by FILMY ISHQ™ (@filmyishq) on

ઇઝરાઇલ જ નહીં એક ફ્રેન્ચ યુનિવર્સિટીએ પણ સુશાંતને શ્રદ્ધાંજલિ આપી હતી. યુનિવર્સિટીએ સુશાંતને તેમની વેબસાઇટ પર શ્રદ્ધાંજલિ આપી હતી, જેમાં લખ્યું હતું કે તેમણે ઉનાળાના 2019માં યુનિવર્સિટીના સેન્ટ્રલ કેમ્પસમાં આવવાનું આમંત્રણ સ્વીકાર્યું હતું. પરંતુ અન્ય કામોમાં વ્યસ્ત હોવાને કારણે સ્ટ્રાસબર્ગની મુલાકાત લઈ શક્યા નહીં. અમારી પ્રાર્થના સુશાંતસિંહ રાજપૂતના પરિવાર અને મિત્રો સાથે છે. તેઓ ભારત અને દુનિયાના લોકોને હંમેશા યાદ રાખશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.