ખબર

આ દેશે કર્યુ કોરોનાને માત આપ્યાનું એલાન, ત્યાના લોકોને માસ્કથી પણ મળી મુક્તિ, જાણો વિગત

આખું ભારત કોરોનાથી ધ્રુજી રહ્યું છે એવામાં આ દેશમાં થયો મોટો ચમત્કાર, જાણો વિગત

એક તરફ આખી દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે, તો બીજી તરફ ઇઝરાયલ પહેલો એવો દેશ બન્યો છે જેણે પોતાને કોરોના મુક્ત જાહેર કર્યો છે. ઇઝરાયલે પોતાના સામુહિક રસીકરણ અભિયાન બાદ કોરોના પ્રતિબંધોમાં છૂટ આપી છે અને શાળાઓને ફરીથી ખોલવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર

ઈઝરાયલના હેલ્થ મિનિસ્ટર યુલી એડલ્ટીસ્ટીને જણાવ્યું કે રવિવારથી ઈઝરાયલવાસીઓએ માસ્ક પહેરવાની કોઈ જરુર નથી. તેઓ માસ્ક વગર બહાર ગમે ત્યાં હરી ફરી શકે છે. ઈઝરાયલના આઝાદીના દિવસના અવસરે એક સ્ટેટમેન્ટ જારી કરતા મંત્રીએ જણાવ્યું કે સરકારે લોકો પરના હેલ્થ નિયમો ઉઠાવી લીધા છે જે અનુસાર લોકોએ હવે માસ્ક નહીં પહેરવું પડે.

પ્રતિકાત્મક તસવીર

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે મહામારીની શરુઆત બાદ ઇઝરાયલમાં કોરોના વાયરસના 8,36,000 કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોનાના કારણે ઇઝરાયલમાં 6,331 લોકોના મોત થયા હતા. ઇઝરાયલમાં 93 લાખ લોકોમાંથી 56 ટકા લોકોને ફાઇઝર/એનબાયેટેક રસીના બે ડોઝ આપવામાં આવ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

ઇઝરાયલે દુનિયાભરમાં રસીકરણ અભિયાનમાં મહત્વની ભૂમિકા નિભાવી છે અને પોતાના દેશમાં ઝડપથી લોકોને રસી આપી છે. આ જ કારણ છે કે ઇઝરાયલમાં ઘણા બધા પ્રતિબંધોને દૂર કરવામાં આવ્યા છે. ઇઝરાયલે ગયા અઠવાડિયે જ ઘોષણા કરી હતી કે મે મહિનાથી પ્રવાસીઓને પણ દેશમાં પ્રવેશ આપવામાં આવશે અને સાથે તેમને રસી પણ આપવામાં આવશે.