વાહ વાહ: વિશ્વનો આ દેશ કોરોના સામે હર્ડ ઈમ્યુનિટી મેળવનારો બન્યો પહેલો દેશ

મોટી ખુશખબરી: આ દેશમાં માસ્ક પહેરવાની જરૂર નથી, વાહ વાહ હેલ્થ સિસ્ટમ હોય તો આવી- ભારતમાં તો રોજ હજારો લોકો મરે છે

સમગ્ર વિશ્વમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે, તેવામાં વિશ્વનો પહેલો દેશ ઇઝરાયલ છે જેણે કોરોનાને માત આપી છે અને ત્યાના લોકોને પણ માસ્ક પહેરવા બાબતે મુક્તિ મળી છે. આ ઉપરાંત તે એવો પહેલો દેશ પણ બન્યો છે જેણે કોરોના સામે હર્ડ ઈમ્યુનિટી મેળવી છે.

ઇઝરાયેલની એક મોટી હૉસ્પીટલ જેનુ નામ છે શેબા મેડિકલ સેન્ટર. શેબા મેડિકલ સેન્ટરના નિષ્ણાતોએ દાવો કર્યો છે કે, ઇઝરાયેલમાં લોકોને હર્ડ ઇમ્યૂનિટી પેદા થઇ ગઇ છે. ઇઝરાયેલમાં લોકોને SARS-CoV-2 સામે હાર્ડ ઇમ્યૂનિટી મળી ગઇ છે, અને હવે દેશના લોકોને ફરીથી કોરોના વાયરસનો ચેપ નથી લાગી શકતો.

ઇઝરાયેલે દાવો કર્યો છે કે તે કૉવિડ-19 વાયરસ સામે હર્ડ ઇમ્યૂનિટી પેદા કરનારો દેશ બની ગયો છે, જો આ વાત સાચી છે તો ઇઝરાયેલ આ મામલે દુનિયાનો પહેલો દેશ હશે. ઇમ્યૂનિટી લેવલ ખાસ કરીને વાયરસના ટ્રાન્સમિશન રેટના બેઝના આધારે ગણાય છે. SARS-CoV-2 વેક્સિનેશનમાં આ રેટ 65-70 ટકા સુધીનુ છે. હાલના તબક્કે ઇઝરાયેલામાં અંદાજે 56 ટકા લોકો એટલે કે 9.2 મિલિયન નાગરિકો વેક્સિનેટ થઇ ચૂક્યા છે, અને બીજા 15 ટકા એટલે કે અંદાજે 700,000 લોકો હર્ડ ઇમ્યૂનિટી રેન્જમાં છે, આ તમામ લોકોને હર્ડ ઇમ્યૂનિટી ડેવલપ થઇ ચૂકી છે.

શેબા મેડિકલ સેન્ટરના રિસર્ચર્સનો કહેવુ છે કે દેશમાં મોટાભાગના લોકોને કોરોના સામે લડવા માટે પુરતા પ્રમાણમાં હર્ડ ઇમ્યૂનિટી ડેવલપ થઇ ગઇ છે, આ ઇમ્યૂનિટી વેક્શિનેશનની પ્રક્રિયાના કારણે છે, અને દેશમાં એક મોટા વર્ગનુ વેક્સિનેશન પુરુ થઇ ગયુ છે. આ વેક્સિનેશન કોરોના સામે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ લડવામાં તાકાત પુરી પાડે છે.

તમને જણાવી દઇએ કે,એક તરફ આખી દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે, તો બીજી તરફ ઇઝરાયલ પહેલો એવો દેશ બન્યો છે જેણે પોતાને કોરોના મુક્ત જાહેર કર્યો છે. ઇઝરાયલે પોતાના સામુહિક રસીકરણ અભિયાન બાદ કોરોના પ્રતિબંધોમાં છૂટ આપી છે અને શાળાઓને ફરીથી ખોલવામાં આવી છે.

Shah Jina