ખબર

સુરતના સ્પા સેન્ટરની અંદર પોલીસે પાડ્યા દરોડા, અંદર વિદેશી યુવતીઓ અને દેશી યુવકો કરી રહ્યા હતા એવું ગંદુ કામ જોઈને પોલીસ પણ……

ગુજરાતની અંદર ઘણા સ્થળો ઉપર પોલીસ રેડ પાડી અને દેહ વિક્રયના ધંધાનો પ્રદફાશ કરતી હોય છે. ઘણી જગ્યાએ સ્પા અને બ્યુટીપાર્લરની આડમાં ચાલતા કુટણખાના ઝડપાતા હોય છે અને એમાં પણ મોજીલા સુરતમાંથી આવી ઘટનાઓ અવાર નવાર સામે આવે છે, ત્યારે હાલ જ પોલીસ દ્વારા એક કુટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

આ બબતે પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે સુરતના મિસીંગ સેલના પી આઇ જીએ પટેલની ટીમે પીપલોદ ખાતે આવેલા ઇસ્કોન મોલના એક સ્પામાં દરોડા પાડ્યા હતા. મોલમાંથી પોલીસે પાંચ લલનાઓને ઝડપી પાડી હતી. આ લલનાઓ સાથે મજા કરવા આવેલા બે ગ્રાહકો પણ ઝડપાયા હતા.

આ કૂટણખાનામાં વિદેશી યુવતીઓ સહિત સંચાલક અને શોપ માલિકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કૂટણખાનામાં કામ કરતી થાઈલેન્ડથી આવેલી ચાર યુવતીઓ સામે ડિપોર્ટની કાર્યવાહી કરશે. મિસિંગ સેલની રેડ પડતા કૂટણખાનામાં ભાગદોડનો માહોલ ઉભો થયો હતો.

હાલમાં પોલીસ દ્વારા આ લલનાઓ ક્યાંની છે તેમજ ક્યારથી આ સ્થળ પર આ ધંધા ચાલતા હતા. તે સહિતની તમામ વિગતોની તપાસ હાથ ધરવામાં આવી છે. આ રેડમાં પોલીસે 4 થાઈલેન્ડની અને 1 ઈન્ડિયન લલનાને મુક્ત કરાવાઈ હતી. પોલીસે સ્પા સંચાલક, મેનેજર અને બે ગ્રાહકોની ધરપકડ કરાઈ છે, અને 46 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ બાબતે મળતી વધુ માહિતી અનુસાર પોલીસને અહીં ટૂરિસ્ટ વિઝા પર સ્પામાં થેરાપિસ્ટ તરીકે કામ કરતી લલનાઓ ગ્રાહકોને મસાજની આડમાં મજા કરાવતી હતી. લલનાઓ સાથે રંગરેલિયા મનાવતા ગ્રાહકો રંગેહાથે પોલીસના હાથમાં ઝડપાયા હતા.

પોલીસને સ્પામાંથી 5 કોન્ડોમ પણ મળી આવ્યા હતા. પોલીસે સ્પા સંચાલક પ્રજ્ઞેશ કંથારીયા, મેનેજર અને બે ગ્રાહકની ધરપકડ કરી હતી. સાથોસાથ લલનાઓ પુરી પાડી દલાલની ભૂમિકા ભજવનારા વિજય પાટીલ અને ઝૂન નામની વિદેશી પાટીલ  અને ઝૂન નામની વિદેશી યુવતીને વોન્ટેડ જાહેર કર્યા હતા.