મનોરંજન

બૉલીવુડ કપલે ચોરીછૂપીથી કર્યા હતા લગ્ન, હાલમાં જ મનાવી બીજી મેરેજ એનિવર્સરી- દરિયાના પાણીમાં કર્યો રોમાન્સ

બૉલીવુડ અને ટેલીવુડમાં કામ કરી ચૂકેલું રિયલ લાઈફ કપલ ઇશિતા દત્ત અને વત્સલ શેઠે તેની બીજી વેડિંગ એનિવર્સીરી હાલમાં જ સેલિબ્રેટ કરી હતી. બંનેએ બેહદ રોમેન્ટિક અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું.

આ સેલિબ્રેશનની ખાસ તસ્વીર સોશિયલ મીડિયામાં ફેન્સ સાથે શેર કરી હતી. ઇશિતા અને વત્સલની વેડિંગ એનિવર્સરીની તસ્વીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ishita Dutta Sheth (@ishidutta) on

ઇશિતા અને વત્સલ તેની બીજી મેરેજ એનિવર્સરી મનાવવા માટે માલદીવ પહોંચ્યા હતા. ઇશિતા અને વત્સલ બંનેએ એક સરખી જ તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી એકબીજાને વિશ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Ishita Dutta Sheth (@ishidutta) on

આ તસ્વીરમાં આ કપલ પાણીમાં બેહદ રોમેન્ટિક અંદાજમાં એકબીજાના આંખના ખોવાઈ ગયા હતા. યુઝર્સે કમેન્ટ કરીને બન્નેને શુભેચ્છા પાઠવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ishita Dutta Sheth (@ishidutta) on

જણાવી દઈએ કે, બંનેએ લગ્નની પહેલી વર્ષગાંઠ બાલીમાં મનાવી હતી. તો બીજી વર્ષગાંઠ માટે માલદીવ ડેસ્ટિનેશન પર પસંદગી ઉતારી હતી.

જણાવી દઈએ કે, ઇશિતા અને વત્સલે 27 નવેમ્બર 2017ના રોજ સિક્રેટ વેડિંગ કર્યા હતા. આ લગ્ન મુંબઈના ઇસ્કોન મંદિરમાં કરવામાં આવ્યા હતા. આ લગ્નનમાં નિકટના પરિવારજનો અને દોસ્તો જ પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ishita Dutta Sheth (@ishidutta) on

જણાવી દઈએ કે, ઇશિતા દત્ત ‘મિસ ઇન્ડિયા 2004’ તનુશ્રી દતાની બહેન છે. વત્સલેબોલીવુડમાં 2004માં અજય દેવગણ સાથે ‘ટારઝન: ધ વંડર કાર’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ઇશિતાએ અજય દેવગણ સાથેની ‘દ્રશ્યમ’ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

ઇશિતા અને વત્સલે બન્નેએ અજય દેવગણની સાથે જ બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. વત્સલે ‘ટારઝન: ધ વંડર કાર’માં અજય દેવગણના પુત્રનો રોલ નિભાવ્યો હતો જયારે ઇશિતાએ ‘દ્રશ્યમ’ ફિલ્મમાં અજય દેવગણની દીકરીનો રોલ નિભાવ્યો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.