મનોરંજન

ગરીબોને જમવાનું આપતો જોવા મળ્યો જાહ્નવી કપૂરનો આ હીરો, 7 તસ્વીરો જોઈને ચાહકો કરી રહ્યા છે વખાણ

શાહિદ કપૂરના ભાઈ અને અભિનેતા ઈશાન ખટ્ટરએ બોલીવુડમાં અમુક જ સમયમાં પોતાની ખાસ ઓળખાણ બનાવી લીધી છે. ઈશાન મોટાભાગે મીડિયાના કેમરેમાં કૈદ થતા જોવા મળે છે અને કોઈને કોઈ બાબતને લીધે ચર્ચામાં બનેલા રહે છે.

Image Source

એવામાં આ વખતે ઈશાન ખટ્ટર કંઈક એવું કરતા જોવા મળ્યો કે તેની ચારે તરફ ચર્ચાઓ થઇ રહી છે. સામે આવેલી ઈશાનની તસ્વીરો જોઈને ચાહકો તેના ખુબ વખાણ કરી રહ્યા છે.

Image Source

મુંબઈમાં ઈશાન ખટ્ટર આગળના દિવસોમાં ગરીબોને જમવાનું આપતો જોવા મળ્યો હતો. સામે આવેલી તસ્વીરોમાં ઈશાન નીચે જમીન પર બેઠેલો છે અને તેની પાસે એક બેગ છે જેમાં જમવાનું રાખેલું છે, અને ઈશાન બેગમાંથી જમવાનું કાઢીને ગરીબ મહિલાઓ અને બાળકોને આપી રહ્યો છે.

Image Source

તેની પહેલા ઈશાને કાર માંથી ઉતરતી વખતે મીડિયા સામે પોઝ પણ આપ્યા હતા. ઈશાનની આવી દરિયાદિલીની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.

Image Source

જણાવી દઈએ કે અભિનેતા ઈશાન ખટ્ટર ‘ધડક’ અને ‘બિયોન્ડ દ ક્લાઉડસ’ દ્વારા દર્શકોનું દિલ જીતવામાં કામિયાબ રહ્યા હતા. ધડક ફિલ્મમાં તે જાહ્નવી કપૂરની સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ દ્વારા બંન્ને સારા એવા મિત્રો પણ બની ગયા હતા.

Image Source

ફિલ્મને બૉક્સ ઓફિસ પર પણ સારી એવી પ્રતિક્રિયા મળી હતી. ખુબ ઓછા લોકો એ જાણતા હશે કે ઈશાને વર્ષ 2005 માં જ બોલીવુડમાં ડેબ્યુ કરી લીધું હતું. ઈશાને ‘વાહ લાઈફ હો તો ઐસી’માં પહેલી વાર કામ કર્યું હતું.

Image Source

જણાવી દઈએ કે ઈશાન ખટ્ટર શાહિદ કપૂરનો સાવકો ભાઈ છે. વાહ લાઈફ હો તો ઐસીમાં શાહિદ અને ઈશાને એકસાથે કામ કર્યું હતું. તે સમયે ઈશાનની ઉંમર માત્ર 10 વર્ષની જ હતી. આ ફિલ્મમાં અમૃતા રાવ પણ મુખ્ય ભૂમિકામાં હતી.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.