દીકરી ઇશાના જુડવા બાળકોને નાના મુકેશ અંબાણીએ આપી આ ખૂબસુરત ગિફ્ટ, વીડિયો જોઇ તમે પણ કરશો વાહ !

ઇશા અંબાણીના ટ્વિન્સ બાળકોને નાના-નાની તરફથી મળી આ શાનદાર ગિફ્ટ, જુઓ

ઇશા અંબાણીના જુડવા બાળકો કૃષ્ણા અને આદિયાને તેના નાના-નાની મુકેશ-નીતા અંબાણીએ એક ખૂબ જ ખૂબસુરત ગિફ્ટ આપી છે. આ એક કસ્ટમાઇઝ ગિફ્ટ છે જેને ગિફ્ટ્સ ટેલ ઓલે બનાવી છે. ગિફ્ટ્સ ટેલ ઓલે ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યો છે, જેમાં બતાવવામાં આવ્યુ છે કે એક કપબોર્ડ(કબાટ-અલમારી) પેસ્ટલ રંગના આર્ટિફિસિયલ ફૂલો અને કડલી ટેડી બિયરથી ભરેલી છે.

આ સુંદર વોલપેપર સાથે એક શાનદાર 5 ફુટ લાંબી પીળી કપબોર્ડ છે જેમાં ગરમ હવાના ફુગ્ગા, વાદળ અને એક હવાઇ જહાજ સામેલ છે. કપબોર્ડના દરવાજા પર “Adventure of Krishna and Aadiya” લખેલુ છે અને તેમાં બે બોક્સ પણ બનાવવામાં આવ્યા છે જેને વિશેષ રૂપથી તૈયાર કરવામાં આવ્યા છે. તેના પર આદિયા અને કૃષ્ણા લખેલુ છે. જ્યારે કપબોર્ડ ખોલવામાં આવે છે તો તેમાં ચાર નાી દરાજ અને બે મોટી દરાજ દેખાય છે,

જે ઘણા સામાન અને રમકડાથી ભરેલી છે. જણાવી દઇએ કે, અરબપતિ મુકેશ અંબાણીની દીકરીએ 2018માં બિઝનેસમેન અજય પીરામલના દીકરા આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. ઇશા કેટલાક મહિના પહેલા જ વર્ષ 2022માં કૃષ્ણા અને આદિયા નામના ટ્વિન્સ બાળકોની માતા બની છે. બાળકના જન્મના એક મહિના બાદ ઇશા ભારત પરત ફરી હતી અને જ્યારે તે ભારત આવી ત્યારે તેનું અંબાણી અને પીરામલ પરિવાર દ્વારા ખૂબ જ ધામધૂમથી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

આ સાથે અંબાણી પરિવારે નવજાત બાળકોના સ્વાગત માટે એક શાનદાર પાર્ટીનું પણ આયોજન કર્યુ હતુ. જ્યારે ઇશા ભારત પરત ફરી ત્યારે રીપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યુ હતુ કે, ભારતના અલગ અલગ મંદિરોના કેટલાક પંડિતોને બોલાવવામાં આવ્યા હતા અને બાળકો માટે ભવ્ય પૂજા પાઠનું આયોજન કરવામાં આવ્યુ હકુ. રીપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યુ હતુ કે અંબાણી પરિવાર બાળકોના નામ પર 300 કિલો સોનુ દાન કરવાનો છે.

આ દરમિયાન ખાવાનું મેન્યુ પણ સિંપલ નહોતુ. દુનિયાભરમાંથી ખાવાનું બનાવવા અલગ અલગ કેટર્સને બોલાવવામાં આવ્યા હતા. અંબાણી પરિવાર ભારતના મોટા મંદિરો જેમ કે તિરુપતિ બાલાજી, તિરુમાલા, શ્રીનાથજી, નાથદ્વારા અને શ્રી દ્વારકાધીશ અને અન્ય સ્થળોએ તેમના ઘરે ભવ્ય સમારોહમાં વિશેષ પ્રસાદ પીરસવાનો હતો તેવું પણ કહેવાયુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Gifts Tell All (@giftstellall)

Shah Jina