બોલિવુડની આ બોલ્ડ અભિનેત્રીએ શેર કરી વાડીની ખૂબસુરત તસવીરો, કોબિજને હાથમાં લઇ આપી એવી સ્માઇલ કે જોઇને તમારુ પણ દિલ આવી જશે

ઘણી વેબ સિરીઝે ડિજિટલ દુનિયામાં નામ કમાવ્યું છે, પરંતુ કેટલીક વેબ સિરીઝે લોકોના દિલ જીતી લીધા છે. એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થયેલી સિરીઝ ‘મિર્ઝાપુર’ને કોઈ ઓળખની જરૂર નથી. આ સિરીઝના દરેક પાત્રને લોકોએ પસંદ કર્યું છે. ‘મિર્ઝાપુર 2’માં માધુરી યાદવનું પાત્ર ભજવતી અભિનેત્રી ઈશા તલવાર સોશિયલ મીડિયા સેન્સેશન છે, જેણે પોતાની સુંદરતા અને તેના અભિનયથી લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. સિરીઝમાં ‘મુન્ના ભૈયા’ની પત્ની તરીકે ‘મિર્ઝાપુરની માધુરી ભાભી’નું સારું બોન્ડિંગ બતાવવામાં આવ્યું છે. ઇશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર ચાહકો સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

હાલમાં જ ઇશાએ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ નેચરલ લુક જોવા મળી રહ્યો છે. તસવીરો જોતા લાગી રહ્યુ છે કે તે કોઇ ફાર્મમાં છે. જયાં તે કોબિજ હાથમાં લઇને કેમેરા સામે પોઝ આપી રહી છે. તેણે અહીંથી ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, ફૂડ ફોર થોટ એટલે કે વિચાર માટે ભોજન… તેણે આગળ લખ્યુ કે, રૂજુતા દિવેકરના 5મી પેઢીના ફાર્મમાં રહેવાનો લહાવો મળ્યો. તે 1820માં ખરીદવામાં આવ્યું હતું અને તેને પ્રેમથી “દિવેકર વાડી” કહેવામાં આવે છે !

આ ઉપરાંત તેણે એ જણાવ્યુ કે, ત્યાં ડુંગળી, કોબી, બીટરૂટ, ટામેટાં વગેરે  ઉગાડવામાં આવે છે. મિર્ઝાપુરમાં ઇશાની જે શૈલી બતાવવામાં આવી હતી તે બિલકુલ અલગ હતી. તેનાથી વિપરીત તે તેની રિયલ લાઇફમાં છે. ઇશા રિયલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ અને હોટ છે. ઈશાની બોલ્ડ સ્ટાઈલથી દરેક લોકો કન્વીન્સ થઈ ગયા છે. ઈશા તલવાર એક મોડેલ અને અભિનેત્રી છે જે હિન્દી ઉપરાંત મલયાલમ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરે છે.

22 ડિસેમ્બર 1987ના રોજ મુંબઈમાં જન્મેલી ઈશાએ મુંબઈની પ્રખ્યાત સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. પોતાની સુંદરતા અને જોરદાર અભિનયથી લોકોને દિવાના બનાવનાર ઈશા પ્રખ્યાત વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’માં માધુરી ભાભીનો રોલ કરીને ચર્ચામાં આવી હતી. ‘મિર્ઝાપુર 2’માં લોકોએ ઈશાને ખૂબ પસંદ કરી હતી. ઈશાએ માત્ર નામ જ નહીં પણ પૈસા પણ કમાવ્યા છે. વાસ્તવિક જીવનમાં, અભિનેત્રી કરોડોની સંપત્તિની માલિક છે. ઈશા તલવાર નાનપણથી જ એક્ટિંગની દુનિયામાં આવી ગઈ હતી.

એક્ટિંગ સિવાય ઈશા મૉડલિંગ પણ કરે છે અને એક શાનદાર ડાન્સર પણ છે. ઈશાએ અત્યાર સુધી 40થી વધુ જાહેરાતોમાં કામ કર્યું છે. શાહી જીવન જીવતી ઈશા તલવારે ઓછા સમયમાં ઘણી સંપત્તિ બનાવી લીધી છે. એક બોલિવૂડ વેબસાઈટ અનુસાર ઈશા તલવારની નેટવર્થ લગભગ 15 કરોડ રૂપિયા છે. ઈશા તલવાર પાસે પોતાનું એક આલીશાન ઘર છે અને અનેક લક્ઝરી વાહનો છે. ઈશા ઓડી, BMW જેવા લક્ઝરી વાહનોની માલિક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈશા તલવાર એક ફિલ્મ અથવા વેબ સીરિઝ માટે 70થી 90 લાખ સુધી ચાર્જ કરે છે.

આ સિવાય તેણે મોડલિંગમાંથી પણ ઘણી કમાણી કરી છે. ઈશા લાંબા સમયથી કામ કરી રહી છે, પરંતુ વેબ સિરીઝ ‘મિર્ઝાપુર-2’માં અભિનેત્રી દ્વારા ભજવવામાં આવેલ માધુરી ભાભીના પાત્રે તેને એક નવી ઓળખ આપી છે. તેના રોલને લોકોનો ઘણો પ્રેમ મળ્યો. આ પછી ઈશાએ પાછું વળીને જોયુ નથી. ઈશા તલવાર ‘ટ્યુબલાઈટ’, ‘કાલકાંડી’, ‘આર્ટિકલ 15’ અને ‘ગિન્ની વેડ્સ સની’ જેવી ઘણી ફિલ્મો અને સિરિઝમાં પોતાનો અભિનય બતાવી ચૂકી છે.ઈશા તલવાર હિન્દી ફિલ્મોની સાથે સાથે મલયાલમ ફિલ્મો પણ કરતી રહે છે.

ઇશાએ ટેરેન્સ લુઈસ ડાન્સ સ્કૂલમાંથી ઘણા ડાન્સ ફોર્મ્સ શીખ્યા છે જેમાં જાઝ, હિપ હોપ, સાલસાનો સમાવેશ થાય છે. ઈશાએ પોતાના કરિયરની શરૂઆત સાઉથ ઈન્ડસ્ટ્રીથી કરી હતી. તેણે વર્ષ 2012માં મલયાલમ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય ઈશા વર્ષ 2017માં ફિલ્મ ટ્યૂબલાઈટમાં પણ જોવા મળી હતી. પરંતુ મુખ્ય અભિનેત્રી તરીકે, ઈશાએ વર્ષ 2018માં સૈફ અલી ખાનની ફિલ્મ કાલાકાંડીથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

ઈશા તલવાર આયુષ્માન ખુરાનાની ફિલ્મ આર્ટિકલ 15, સંજય મિશ્રાની ફિલ્મ કામિયાબ અને તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી, ગિન્ની વેડ્સ સની સાથે વિક્રાંત મેસી અને યામી ગૌતમમાં પણ જોવા મળી હતી. ઈશા તલવાર ટૂંક સમયમાં રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ તુફાનમાં જોવા મળશે. આ ફિલ્મમાં ઈશા સાથે ફરહાન અખ્તર અને મૃણાલ ઠાકુર પણ કામ કરી રહ્યા છે.

Shah Jina