20 લાખ રૂપિયાનું આકર્ષક પેકેજ છોડીને દેશની આ દીકરીએ શરુ કરી UPSCની તૈયારી, મહેનતથી પરીક્ષા પાસ કરીને બની ગઈ IPS અધિકારી

આજે દેશના ઘણા યુવાનો યુપીએસસીની પરીક્ષા પાસ કરીને આઈએએસ કે આઇપીએસ અધિકારી બનાવ માંગતા હોય છે, જેના માટે તેઓ દિવસ રાત મહેનત કરે છે અને પોતાના સપના પુરા કરવા માટે કંઈપણ કરી છૂટવા માટે તૈયાર થાય છે, આવા લોકોની સફળતાની કહાની પણ ખુબ જ પ્રેરણા દાયક હોય છે.

વર્ષ 2021ની 24 સપ્ટેમ્બરના રોજ યુપીએસસીની પરીક્ષાનું પરિણામ જાહેર થયું. ફાઇનલ રિઝલ્ટમાં 761 કેન્ડિડેટની પસંદગી કરવામાં આવી. જેમાં 191મોં રેન્ક મેળવવા વાળી ઈશા સિંહ પણ સામેલ છે. બેંગલુરુના નેશનલ લો સ્કૂલથી ગ્રેજ્યુએટ કરેલ ઈશાને લો ફર્મમાં 20 લાખ રૂપિયાનું પેકેજ ઓફર કરવામાં આવ્યું હતું, પરંતુ તેને દેશમાં રહીને સમાજ સેવા કરવાનો નિર્ણય કર્યો.

ઈશાના પિતા વાઈપી સિંહ મુંબઈમાં એક પોલીસ અધિકારી છે. ઈશાએ બાળપણથી જ જોયું છે કે તેના પિતા કેવી રીતે જનતા સાથે જોડાયેલા મામલામાં રસ લે છે અને સામાન્ય લોકોને ન્યાય અપાવવા માટે કામ કરે છે. ત્યારથી જ તેને પણ આઇપીએસ અધિકરી બનવાનું મન બનાવી લીધું હતું. કાયદાકીય અભ્યાસ બાદ તેને તેની માતા સાથે વકીલાત પણ શરૂ કરી.

ઈશા સિંહની માતા આભા સિંહ માનવાધિકાર કાર્યકર્તા અને વકીલ છે. તે ભારતીય પોસ્ટ સેવામાં અધિકારી હતી. તેણે સલમાન ખાન વિરુદ્ધ હિટ એન્ડ રન કેસમાં પણ વકીલાત કરી છે. આભા સિંહ મુંબઈમાં જ કાયદાની પ્રેક્ટિસ કરે છે. તેણે નવેમ્બર 2012માં સેવામાંથી VRS લીધું. તેમના પિતા વાયપી સિંહ 1985 બેચના આઈપીએસ અધિકારી હતા. તેમણે વર્ષ 2004માં ભારતીય પોલીસ સેવામાંથી વીઆરએસ પણ લીધું હતું અને હવે તે સમાજ સેવાના કાર્યમાં વ્યસ્ત છે. વાયપી સિંહની ગણતરી શાર્પ ઓફિસરોમાં થાય છે. ઈશા સિંહના મામા રાજેશ્વર સિંહ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં પોસ્ટેડ છે. તેમના દાદા રણબહાદુર સિંહ પણ આઈપીએસ અધિકારી હતા.

ઈશા કહે છે કે તે બાળપણમાં બહુ ભણવાવાળી છોકરી નહોતી. 10, 12 અને લો સ્કૂલમાં સારું પરિણામ મેળવ્યું. UPSCએ ભણવાની ખૂબ સારી તક આપી. તે કહે છે કે તમારે યુપીએસસીમાં તમારી પસંદગી થાય કે ના થાય. પરંતુ તે તમારા વ્યક્તિત્વને સંપૂર્ણપણે બદલી નાખે છે. તમે અર્થશાસ્ત્ર, રાજકારણ, ભૂગોળ, સામાન્ય અભ્યાસ અને ઇતિહાસ જેવા તમામ વિષયોનો અભ્યાસ કરો છો. આ તમારા જ્ઞાનમાં વધારો કરે છે જે હંમેશા ઉપયોગી છે. આ પરીક્ષામાં આવ્યા પછી તમે ક્યારેય હારેલા નહીં બની શકો. જો તમે UPSC માટે અભ્યાસ કર્યો હોય તો તે તમારા સામાન્ય જીવનમાં અમુક સમયે કામમાં આવશે. તમારે તમારા વ્યક્તિગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

ઈશા સિંહ કહે છે કે પરીક્ષાના એક અઠવાડિયા પહેલા મુંબઈમાં સફાઈ કામદારોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમની વિધવાઓને દસ-દસ લાખનું વળતર મળ્યું. જેમાં મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસેથી માહિતી માંગી છે કે સરકાર દ્વારા અત્યાર સુધીમાં કેટલા મેન્યુઅલ સફાઈ કામદારોની ઓળખ કરવામાં આવી છે. ફોજદારી ન્યાય અને મહિલા સશક્તિકરણમાં ઘણું કામ કર્યું છે. નીતિમાં ફેરફાર લાવવા માટે કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. એવું નથી કે મેં તમામ કામ છોડીને માત્ર UPSC પરીક્ષાની તૈયારી કરી છે.

તે કહે છે કે તમે UPSC પરીક્ષાની તૈયારીમાં શીખો છો. જેનાથી તમારો વિકાસ થાય છે. કામ કરવું તમારા હાથમાં છે, પરિણામની ચિંતા ન કરો. જ્યારે તમે તમારા કામમાં રસ ધરાવો છો, ત્યારે તે તમારા માટે સંઘર્ષ જેવું લાગતું નથી. હવે કામ શરૂ થશે. જ્યારે આપણે આપણા કાર્ય દ્વારા સમાજમાં પરિવર્તન લાવી શકીએ છીએ. જો કોઈને ન્યાય મળે તો આપણે તેને સફળ ગણીએ છીએ.

ઈશા સિંહ તેની સફળતાનો શ્રેય પિતા વાયપી સિંહ, માતા આભા સિંહ, ભોનુ ભૈયા અને નાના નાનીને આપે છે. અભ્યાસ દરમિયાન તેની માતા તેની સાથે રહેતી હતી. યુપીએસસીની તૈયારી દરમિયાન પિતા પણ મદદ કરતા હતા. ઈશા સિંહ કહે છે કે આ લોકો હંમેશા મને મોટિવેટ કરતા હતા. માતા-પિતાએ મને શીખવ્યું છે કે તમારી વ્યાખ્યા કોઈએ ન કરવી જોઈએ. તમારા મુક્ત વિચારો સાથે આગળ વધો. ઈન્ટરવ્યુમાં હું એ વિચાર સાથે ગઈ હતી કે મારાથી બને તેટલો પ્રયત્ન કરવો જોઈએ.

Niraj Patel