એક જમાનાની હિરોઈનનો ખુલાસો: ‘ઘણા મોટા સેક્રેટરીએ શરીરને એવી જગ્યાએ ટચ કર્યું કે… એકલી મળવા બોલાવી અને પછી

0

ગત વર્ષ #MeeToo અભિયાન હેઠળ તેને આપવીતી દુનિયાની સામે રાખી હતી. તનુશ્રી દતાએ નાના પાટેરકર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ શરૂઆત બાદ ઘણી અભિનેત્રીઓએ પણ સામે આવીને તેની શોષણની કહાની સામે આવી હતી. આ સિલસિલો ચાલી રહ્યો છે. ત્યારે હાલમાં જ ઈશા કોપીકરે કાસ્ટિંગ કાઉચને લઈને ખુલાસો કર્યો હતો.

બૉલીવુડ એક્ટ્રેસ ઈશા કોપીકરે થોડા વર્ષો પહેલા જ ફિલ્મોમાંથી બ્રેક લઇ લીધો હતો. આજકાલ ઈશા કોપીકર સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ઈશા કોપીકરે એક સુપરસ્ટાર પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો હતો.
‘પિંજર’, ‘સલામ-એ-ઇશ્ક’ અને ‘એક વિવાહ ઐસા ભી’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી ઈશા કોપીકરે જણાવ્યું હતું કે, કરિયરની શરૂઆતમાં તેનો ખોટો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી હતી.

ઈશાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે સુપરસ્ટારે તેને એકલામાં મળવા માટે બોલાવી હતી. ઈશાએ વધુમાં કહ્યું હતું કે, મને પ્રસ્તાવ મળ્યો હતો, એક ફિલ્મ નિર્માતાએ કહ્યું હતું કે, એક ફિલ્મ બની રહી છે તારે એક્ટરની ગુડબુકમાં રહેવાની જરૂરત છે, તેથી મે કોલ કર્યો હતો. તે એક્ટરે મને આખા દિવસનો શેડ્યુઅલ જણાવી દીધો હતો. તે સવારે વહેલો ઉઠી જઈ જિમ જાય છે. ત્યારબાદ તેને મને તેની ડબિંગ અને કામ દરમિયાન બોલાવ્યા હતા.

વધુમાં ઈશાએ જણાવ્યું હતું કે, તેને મને પૂછ્યું હતું કે, હું કોની સાથે જઈ રહી છું. ત્યારે મેં કહ્યું હતું કે, હું મારા ડ્રાઈવર સાથે આવીશ. ત્યારબાદ તે એક્ટરે મને કહ્યું હતું કે, કોઈને સાથે લઈને ના આવજે. તે સમયે હું એટલી નાની પણ ના હતી કે મને કંઈ ખબર ના પડે. તેથી મેં તેને કહી દીધું હતું કે, હું કાલે ફ્રી નથી. હું પછીથી તમને બતાવીશ. આ ઘટના બાદ મેં પ્રોડ્યુસરને કોલ કરી કહ્યું હતું કે, મને મારા ટેલેન્ટ પર કાસ્ટ કરવી જોઈએ. એક રોલ માટે મારે આ બધા કામ કરવા માટે મજબુર ના કરી શકાય. ઇશાનું માનીએ તો તેણીએ આ એક્ટર સાથે ક્યારે ઓન કામ ના કર્યું.

આ ઘટના બાદ ઈશાએ જણાવ્યું હતું કે, તેને ઘણી વાર મોટા સેક્રેટરીએ તેને ખરાબ રીતે ટચ કરી છે. તે નેપોટિઝ્મ ને લઈને ઘણીવાર ફિલ્મિમાં રોલ નથી મળ્યો. તેનો રોલ છીનવીને કોઈની ગર્લફ્રેન્ડ તો કોઈની દીકરીને આપવામાં આવ્યો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here