દેશના સૌથી મોટા બિઝનેશમેન મુકેશ અંબાણી અને તેના પુરા પરિવારના લોકો બહુજ ફેમસ છે. જ્યારથી અંબાણી પરિવારની લાડલી દીકરી ઈશા અંબાણીના લગ્ન થયા છે ત્યારથી લોકોને તેને જિંદગીની વાત જાણવામાં ઘણી દિલચસ્પી છે.
ઈશા અંબાણીએ 12 ડિસેમ્બરે 2018ના રોજ તેના બાળપણના મિત્ર આનંદ પિરામલ સાથે લગ્નગ્રંથીથી જોડાઈ હતી. આ લગ્ન શાનદાર હતા કે આ લગ્ન પાછળ 70 કરોડનો ખર્ચો થયો હતો. લગ્ન બાદ ઈશાએ તેના નામની પાછળ ‘પિરામલ’ અટક લગાવી દીધી હતી. ઈશાના લગ્નને 9 મહિના જેટલો સમય થયો છે. ઈશા તેના સાસરિયામાં ઘણી ખુશ નજર આવી રહી છે.
View this post on Instagram
#ishaambani and #anandpiramal yesterday at #wizkhalifa concert #viralbhayani @viralbhayani
લગ્ન બાદ ઈશાએ આપેલા એક ઈંટરવ્યુમાં જણાવ્યું હતું કે, જેમાં તેના અને પિરામલને લઈને ઘણી વાત શેર કરી હતી. ઈશાએ કહ્યું હતું કે, તે અને આનંદ એકબીજાથી બહુજ અલગ છે છતાં પણ કપલ છે. ઈશાએ વધુમાં જણાવ્યું હતું કે, આનંદને ઇવેન્ટ્સમાં જવું બિલકુલ પસંદ નથી પરંતુ હું એન્જોય કરું છું. મને મારા લગ્નમાં બહુજ મજા આવી હતી. પરંતુ આનંદ માટે મજાની પરિભાષા કંઈક અલગ જ હતી. તે મારાથી વધુ આધ્યાત્મિક છે. પરંતુ અમારા બન્ને વચ્ચે સામ્યતા પણ છે.અમે બન્ને પરિવારને પ્રાથમિકતા આપીએ છીએ. અમને બન્નેને ખાવાપીવાનો બહુજ શોખ છે. મારા લગ્નમાં મારા પિતા (મુકેશ અંબાણી)એ એક સ્પીચ આપી હતી. તેઓએ આ દરમિયાન 10 કારણ બતાવ્યા હતા જેમાં તેને જણાવ્યું હતું કે તેને આનંદ પસંદ કેમ છે. તે પોઈન્ટ્સ સાચે મજેદાર હતા. તેથી ઘણી રીતે આનંદ મને ઘણી રીતે મારા પિતાની યાદ અપાવે છે.
ઈશા અને આનંદ ઘણી જગ્યા પર સ્પોટ થતા રહે છે. હાલમાં જ બન્ને અમેરિકી રેપર વીજ ખલીફા કોન્સર્ટમાં ગયા હતા. 15 સપ્ટેમ્બરે આયોજિત કરવામાં આવેલા આ કોન્સર્ટમાં વીજ ખલીફાએ અંબાણીના ‘જીઓ ગાર્ડન’માં પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન આનંદ પિરામલ અને ઈશા અંબાણીએ કેજ્યુઅલ લુકમાં નજરે ચડ્યા હતા. બન્ને ઘણા સિમ્પલ લુકમાં નજરે આવ્યા હતા. આ દરમિયાન ઈશા અંબાણીએ લાઈટ બ્લુ કલરનું ટોપ સાથે સફેદ પ્લાઝો પહેર્યો હતો. તો આનંદ પિરામલ શોર્ટ્સ અને કાળા કલરના ટીશર્ટમાં નજરે ચડ્યો હતો.
સોશિયલ મીડિયામાં આ બન્નેની તસ્વીર જયારે વાયરલ થઇ ત્યારે ઘણા લોકોએ તેના આ લુકની તારીફ કરી હતી તો ઘણા લોકોએ મજાક પર ઉડાવી હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.