એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ગણાતા બિલ ગેટ્સની લાઈફસ્ટાઈલમાં ઘણો ફરક છે. એ જ રીતે તેમની દીકરીઓની જીવનશૈલીમાં પણ ખૂબ જ ફરક છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીની એક માત્ર દીકરી છે ઈશા અંબાણી, જે પોતાના ભાઈઓ સાથે પગલે-પગલું મિલાવીને પિતાના બિઝનેસને આગળ વધારી રહી છે, તો બીજી તરફ છે બિલ ગેટ્સની બે દીકરીઓમાથી એક છે જેનિફર કેથરીન, જેની લાઇફસ્ટાઇલ ખૂબ જ અલગ છે.

જો તમને એવું લાગે છે કે જેનિફર કેથરીન પાસે ઈશા અંબાણી કરતા વધુ સંપત્તિ છે, તો તમારે આ વાત ફરીથી એકવાર વિચારવા જેવી છે. બંને અલગ-અલગ સંસ્કૃતિમાં ઉછરેલી છોકરીઓ છે અને બંનેની જીવનશૈલી એકબીજા કરતા ખૂબ જ અલગ છે. પણ એ જ રીતે બંનેની સંપત્તિમાં પણ જમીન-આસમાનનો ફરક છે.

ઈશા અંબાણીની નેટવર્થ 700 મિલિયન ડોલર્સ જેટલી છે, જયારે જેનિફર કેથરીનની નેટવર્થ 20 મિલિયન ડોલર્સ જેટલી છે. ઈશા અંબાણી રિલાયન્સ સમરજ્યની ઉત્તરાધિકારી છે જયારે જેનિફર તેના પિતાની 85.7 બિલિયન ડોલરની સંપત્તિની ઉત્તરાધિકારી છે. એના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે બંનેમાંથી એકનું પણ ભવિષ્ય અંધારામાં તો નહિ જ વીતે.

28 વર્ષીય ઈશા અંબાણી એક શાનદાર પિયાનો વાદક છે, પણ 23 વર્ષીય જેનિફર એક પ્રોફેશનલ હોર્સ રાઇડર છે. જો કે નોંધનીય વાત એ છે કે ઈશા અંબાણીના લગ્ન વર્ષ 2018માં આનંદ પિરામલ સાથે થયા છે.

ઈશા અંબાણી લગ્ન પહેલા અંબાણી પરિવારના ઘર એન્ટિલિયામાં રહેતી હતી અને હવે લગ્ન બાદ પતિ સાથે પચાસ હાજર સ્કવેર ફૂટમાં ફેલાયેલા મેન્શન ગુલીટામાં રહે છે. જયારે જેનિફર કેથરીન ફ્લોરિડામાં એક સુંદર હવેલીમાં રહે છે. આ ઘર તેને તાના પિતા બિલ ગેટ્સે 2013માં 8.7 મિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. આ એક 12,864 સ્કવેર ફૂટમાં ફેલાયેલ હવેલી છે, જે 4.5 એકર જમીનના વિસ્તારમાં ફેલાયેલી છે.

જો તેમની લાઈફસ્ટાઈલ વિશે વાત કરવામાં આવે તો, ઈશા અંબાણી પાસે આટલી સંપત્તિ હોવા છતાં તે સાદું જીવન જ જીવે છે. બોલિવૂડમાં તેના ઘણા મિત્રો હોવા છતાં તે લાઇમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. ઈશાને વધુ ટ્રાવેલ કરવું પસંદ નથી.
પણ જો વાત જેનિફરની કરવામાં આવે તો તેને ઘોડાનો ખૂબ જ શોખ છે અને તેના પિતાએ તેને એક હોર્સ એસ્ટેટ ખરીદી આપ્યું હતું. જેનિફરને ફરવાનો ખૂબ જ શોખ છે અને તેને વિશ્વના ઘણા સ્થળોની યાત્રા કરી છે, તેના ઇન્સ્ટાગ્રામ પર પણ તે આ યાત્રાઓની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.

જો બંનેના અભ્યાસ વિશે વાત કરવામાં આવે તો ઈશાએ યેલ યુનિવર્સીટીથી મનોવિજ્ઞાનમાં ગ્રેજ્યુએશન કર્યું છે, જયારે જેનિફરે સ્ટેનફોર્ડ યુનિવર્સીટીથી પોતાનું ગ્રેજ્યુએશન કર્યું છે.
તમને શું લાગે કે કોણ વધુ લક્ઝુરિયસ જીવન જીવે છે? તમારા વિચારો અમારી સાથે શેર કરો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.