25 લાખ રૂપિયાની બેગ ડોલ બેગ લઈને આવી ઈશા અંબાણી, જોનારાએ આખો ફાડી ફાડીને જોયું, જુઓ PHOTOS

અરે યાર આટલામાં તો એક લક્ઝુરિયસ કાર આવી જાય, 25 લાખનું બેગ હતું ઈશા અંબાણી પાસે, જુઓ તસવીરો

Isha Ambani Met Gala 2023: ફેશન ઇવેન્ટ ‘મેટ ગાલા 2023’ (Met Gala 2023) આખરે શરૂ થઈ ગયો છે. ન્યૂયોર્ક સિટીમાં આયોજિત આ ગ્લેમર ઈવેન્ટમાં બોલિવૂડની ઘણી જાણીતી હસ્તિઓએ હાજરી આપી હતી. આલિયા ભટ્ટના ડેબ્યૂ અને પ્રિયંકા ચોપરાના કિલર લૂક સિવાય મુકેશ અંબાણીની (Mukesh Ambani) દીકરી ઈશા અંબાણીએ (Isha Ambani) પણ પોતાના મેટ ગાલા લુકથી લાઇમલાઇટ લૂંટી લીધી હતી.

ઈશા અંબાણીએ પોતાના લુકથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ઈશા અંબાણી મેટ ગાલામાં બ્લેક ડ્રેસમાં પહોંચી હતી. બ્લેક ગાઉનમાં ઈશાના ગ્લેમરસ લુકે તો મોટી મોટી અભિનેત્રીઓની ચમક ઝાંખી પાડી હતી. દરેક વ્યક્તિ તેની અદભૂત શૈલીની પ્રશંસા કરી રહી છે. ઈશા અંબાણીના બ્લેક ગાઉનમાં સિલ્વર ક્રિસ્ટલ અને પર્લ વર્ક કરવામાં આવ્યુ.

તેનો ડ્રેસ ઈન્ટરનેશનલ ફેશન ડિઝાઈનર પદમ ગુરાંગે ડિઝાઈન કર્યો હતો. બ્લેક ડ્રેસ સાથે ઈશા અંબાણીએ સ્ટાઈલિશ ક્લચ અને હેવી ચોકર નેકલેસ પહેર્યો હતો, જે તેની સ્ટાઈલને પૂરક બનાવી રહ્યો હતો. ઈશા અંબાણીના આ લુકના ખૂબ વખાણ થઇ રહ્યા છે. ચાહકો પણ તેની તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

જણાવી દઇએ કે, ઈશા અંબાણી કંઇ પહેલીવાર 2023માં મેટ ગાલામાં નથી જોવા મળી તેણે 2017માં આ ઈવેન્ટમાં ડેબ્યૂ કર્યું હતું અને 2019માં પણ તેણે આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. 2023ની વાત કરીએ તો, ઈશા અંબાણીએ મેટ ગાલા ઈવેન્ટમાં બ્લેક વન-સાઇડેડ લોગ ગાઉન પહેર્યુ હતુ. ઈશાના આ ગાઉનને હજારો ક્રિસ્ટલ અને મોતીથી શણગારવામાં આવ્યું હતુ. વર્ષ 2019માં પણ ઈશાએ પદમ ગુરાંગનો ડ્રેસ પહેર્યો હતો.

ડિઝાઇનરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે આ ડ્રેસને બનાવવામાં 350 કલાકથી વધુ સમય લાગ્યો છે. ખાસ વાત એ છે કે બે જોડિયા બાળકોની માતા બન્યા બાદ ઈશા આ વખતે મેટ ગાલામાં પહોંચી, જે તેના માટે ખૂબ જ ખાસ હતું. ઇશા તેના લુક સાથે સાથે એક ડોલ બેગ દ્વારા પણ લોકોનું ધ્યાન ખેંચી રહી હતી. ઇવેન્ટ માટે ઇશાએ લિમિટેડ એડિશન ‘ચેનલ ડોલ બેગ’ કેરી કરી હતી, જેમાં પરંપરાગત બ્રાઇડલ લુક પર ઢીંગલીનો ચહેરો બનાવવામાં આવ્યો હતો.

જો કે આ બેગની કિંમત ઘણી ચોંકાવનારી છે. ઈશાની આ બેગની કિંમત 30,550 યુએસ ડોલર એટલે કે 24,97,951.30 રૂપિયા છે. જણાવી દઈએ કે ઈશાએ 2017માં મેટ ગાલામાં ‘ક્રિશ્ચિયન ડાયર ગાઉન’માં ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ તેણે 2019માં પણ ફેશન ઈવેન્ટમાં હાજરી આપી હતી. ઈશાએ દરેક વખતે પોતાના લુકથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. સૌથી મોટી ફેશન ઈવેન્ટ ‘મેટ ગાલા’ની વાત કરીએ તો તેનું આયોજન ન્યૂયોર્ક શહેરમાં કરવામાં આવી રહ્યું છે.

આ ઇવેન્ટ કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ એક્ઝિબિશનની ઉજવણી કરે છે, જે દર વર્ષે અલગ થીમ ધરાવે છે. વર્ષ 2023 માટેની ઇવેન્ટની થીમ ‘કાર્લ લેગરફેલ્ડઃ અ લાઇન ઓફ બ્યૂટી’ છે, જે ફેશન ડિઝાઇનર, સર્જનાત્મક દિગ્દર્શક અને કલાકાર કાર્લ લેગરફેલ્ડને સમર્પિત છે, જેનું 2019માં નિધન થયું હતું.

Shah Jina