ખબર જીવનશૈલી

આ આલીશાન બંગલામાં રહે છે મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી, જુઓ તસવીરો

મુકેશ અંબાણીના મહેલને ટક્કર મારે છે ઇશાનો મહેલ, જુઓ તસવીરો

દેશના સૌથી ધનવાન વ્યક્તિ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને કોણ નથી જાણતું. મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન આનંદ પિરામલ સાથે થયા છે. તેમના લગ્ન 12 ડિસેમ્બર 2018માં થયા હતા. રીપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીએ લગ્નમાં 700 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. ત્યાં જ ઈશાના સાસુ-સસરાએ તેમના દીકરા અને વહુને એક ઘર ગિફ્ટ કર્યુ હતુ. આ ઘર કોઇ મહેલથી ઓછું નથી. ઈશા અને આનંદે આ ઘરનું નામ ગુલિટા રાખ્યું છે.

Image source

આજની તારીખમાં આ ઘરની કિંમત 1000 કરોડથી વધુ છે. તમને જણાવી દઇએ કે, ઈશા અને આનંદના લગ્ન બાદ 50,000 સ્કેવરફિટમાં બનેલા આ બંગલાની ચર્ચા ઇન્ટરનેટ પર ખૂબ થઇ હતી.

Image source

મુંબઇના વર્લી વિસ્તારમાં બનેલા આ પાંચ માળના બંગલામાંથી જોઇએ તો દરિયા કિનારો પણ દેખાય છે. ઈશા અંબાણીના સસરા અજય પિરામીલે આ બંગલાને 2012માં હિંદુસ્તાન યુનિલીવરથી ખરીદ્યો હતો.

Image source

આ બંગલામાં ઉપરના માળે લિવિંગ અને ડાઇનિંગ હોલ છે અને ઘણા રૂમ, બેડરૂમ અને સર્કયુલર સ્ટડી રૂમ પણ બનાવવામાં આવ્યા છે. આ બંગલાનો ડેકોરેશનનો સામાન વધુ પડતો વિદેશથી મંગાવવામાં આવ્યો છે. આ બંગલામાં એક સ્વિમિંગ પુલ, 3 બેઝમેન્ટ અને કેટલીક લોજ પણ છે.

Image source

એવું જણાવવામાં આવે છે કે, આ ઘરને બનાવવા માટે લંડનના બેસ્ટ ઇન્ટીરિયર ડિઝાઇન પણ સામેલ છે. જેણે આને ખૂબસુરત ડિઝાઇન લુક આપ્યો છે. સ્ટીલ સ્ટ્રકચર બનાવવામાં આવ્યુ છે અનેે સૌથી મોટું સ્ટ્રકચર 11 મીટરનું છે. જેમાં 3D મોડેલિંગ ટુલ વાપરવામાં આવ્યુ છે.

Image source

ઈશા અંબાણીના ઘરમાં કામ કરતા લોકો માટે પણ ઘણી સુવિધાઓ છે. તેમના માટે બંગલાની અંદર અલગથી સર્વેન્ટ ક્વાટર બનાવાવમાં આવ્યુ છે. ગુલિટાનો આગળનો લુક ખૂબ જ યુનિક છે. તેમાં શાનદાર ગ્લાસ એરિયા બનાવવામાં આવ્યો છે.

Image source

તમને જણાવી દઇએ કે, ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન દેશના સૌથી મોંધા લગ્ન હતા. તેમના લગ્નમાં લગભગ 700 કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.