મનોરંજન

ઈશા અંબાણીની હોળી પાર્ટીમાં બૉલીવુડ સેલેબ્સનો જામ્યો મેળાવડો, જુઓ તસ્વીર એક ક્લિકે

ભારતના મુખ્ય તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે. હોળીના રંગોમાં રંગવા માટે બધા તૈયાર છે. દેશભરમાં 10 માર્ચ હોળીની ઉજવણી કરવામાં આવશે. આ પહેલા જ દેશના અલગ-અલગ હિસ્સામાં હોળીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ હોળીનો તહેવાર મનાવવામાં આવે છે.

હોળીના ત્રણ દિવસ પહેલા એટલે કે, શુક્રવાર સાંજે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ મુંબઈના તેના ઘર પર હોળીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઈશા અંબાણીની હોળી પાર્ટી ચર્ચામાં આવી છે. આ પાર્ટીમાં બોલીવુડના ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા, આ બધા લોકોમાં કેટરીના કૈફ અને વિકી કૌશલનો વિડીયો ઘણો વાયરલ થયો છે.

જણાવી દઈએ કે, બંનેના લિંકઅપની ખબર છેલ્લા ઘણા દિવસોથી આવી રહી છે. વિકી કૌશલ અને કેટરીના કૈફ છેલ્લા ઘણા સમયથી રિલેશનશિપને લઈને ચર્ચામાં આવ્યા છે. બંનેએ ઘણીવાર સાથે જોવા મળે છે.

આ પાર્ટીમાં બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને તેના પતિ મશહૂર પોપ સિંગર નિક જોનાસ જોવા મળ્યા હતા. આ સિવાય એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે, કેટરીના કૈફ અને એક્ટ્રેસ વિક્કી કૌશલ પણ પહોંચ્યા હતા.

આ બધા વચ્ચે ઉદ્યોગજગતથી જોડાયેલા અને અંબાણી પરિવારના નજીકના સગાઓ પણ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

ઈશા અંબાણીની આ હોળી પાર્ટીમાં પ્રિયંકા અને નિક જોનાસ સફેદ ભારતીય વેશભૂષામાં નજરે આવ્યા હતા. તો કેટરીના કૈફ પણ અલગ જ અંદાજમાં પહોંચી હતી. ભારતીય પરિધાન કાનમાં ઝુમકા અને માથા પર બિંદીમાં નજરે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by India News24 (@india_news24) on

આ પાર્ટીમાં સોનાલી બેન્દ્રે અલગ જ અંદાજમાં જોવા મળી હતી. સોનાલી બેન્દ્રે પીળા કલરના ડ્રેસમાં બહુ જ ખુબસુરત લાગી રહી હતી.

એક્ટર વિક્કી કૌશલ પણ અંબાણી પરિવારની હોળી પાર્ટીમાં પહોંચ્યો હતો. સફેદ શર્ટ અને બ્લુ પેન્ટ ઘણા કુલ લાગી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sooryavanshi on 24th march (@katrinakaifjaan) on

આકાશ અંબાણીની બહેન હોળી પાર્ટીમાં નજરે આવ્યો હતો. આકાશની પત્ની શ્લોકા મહેતા આ પાર્ટીમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ambanians (@ambanians) on

નીતા અંબાણી દીકરી ઈશા અંબાણીની હોળી પાર્ટીમાં પહોંચી હતી.

એક્ટર રાજકુમાર રાવ ગર્લફ્રેન્ડ પત્રલેખા સંગ પાર્ટીમાં પહોંચી હતી. બંનેએ સાથે મળીને પણ પોઝ આપ્યો હતો.

જૈકલીન ફર્નાન્ડિસ પણ ઈશા અંબાણીની હોળી પાર્ટીમાં પહોંચી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.